નવી દિલ્હી: યુક્રેનની (Ukraine) આઝાદી બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પ્રથમ વખત કિવ જઇને ઈતિહાસ રચ્યો હતો. ત્યારે અમેરિકાથી લઈને યુરોપ સુધી આ પ્રવાસની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કેટલીક વિદેશી મીડિયાએ (Foreign media) પીએમ મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીની મિત્રતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. જેના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S.Jaishankar) તેમને એવો જવાબ આપ્યો કે આખી વિદેશી મીડિયાની બોલતી બંધ થઇ ગઇ હતી.
અસલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. ત્યારે પીએમ મોદીની આ મુકાલાત દરમિયાન પીએમ મોદીએ પહેલા ઝેલેંસ્કી સાથે હાથ મિલાવ્યા હતા અને પછી તરત જ તેમને ગળે લગાવ્યા હતા. તેમજ આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ મોટા ભાઈની જેમ ઝેલેંસ્કીના ખભા પર હાથ પણ મૂક્યો હતો. આ પહેલા જ્યારે મોદી રશીયાની મુલાકાતે હતા ત્યારે તેમણે પુતિનને ગળે લગાવ્યા હતા. પરંતુ પીએમ મોદીનું પુતિન અને ઝેલેંસ્કી બંનેને ભેટવુ વિદેશી મીડિયાને કંઇ ખાસ ગમ્યું ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વિદેશી મીડીયાએ આ બાબતે ઘણા સવાલ ઉઠાવ્યા હતા. આ સવાલ એટલા માટે પણ ઊભા થયા હતા, કારણ કે પીએમ મોદીએ જ્યારે રશિયા મુલાકાત દરમિયાન પુતિનને ગળે લગાવ્યા હતા ત્યારે ઝેલેંસ્કીએ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
જયશંકરે વિદેશી મીડિયાને આપ્યો આવો જવાબ
જ્યારે પીએમ મોદી, પુતિન બાદ ઝેલેંસ્કીને ભેટ્યા ત્યારે વિદેશી મીડિયાએ સવાલ પૂછ્યા હતા કે ‘પહેલા પુતિન અને હવે ઝેલેંસ્કી, પીએમ મોદી બંને રાષ્ટ્રપતિઓને ભેટ્યા છે, તો બાબતનો શું અર્થ છે?’ ત્યારે ભારતના વિદેશ મંત્રી જયશંકરે મીડિયાને એકદમ જોરદાર અને શાનદાર જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દીધી હતી. અસલમાં જયશંકરે કહ્યું હતું કે ‘કોઇપણ વ્યક્તિને ગળે લગાડવું એ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે.’
જયશંકરે કહ્યું કે પીએમ મોદીએ માત્ર પુતિન કે ઝેલેંસ્કીને જ ગળે નથી લગાવ્યા. વડાપ્રધાન મોદી જ્યારે જ્યારે વિશ્વના કોઇ પણ નેતાને મળે છે ત્યારે તેમને પણ ગળે લગાવી ભેટે છે. ત્યારે જયશંકરના આ જવાબ પછી વિદેશી મીડિયાએ મૌન સેવ્યુ હતું.
અસલમાં વિદેશી મીડિયાનો જયશંકરને હગ વિશેનો પ્રશ્ન પૂછવાનો હેતુ મોદીના પુતિન અને ઝેલેંસ્કી સાથેના સંબંધો અંગે પ્રતિક્રિયા મેળવવાનો હતો. પરંતુ જયશંકરે જવાબ આપ્યો હતો કે “વિશ્વના આપણા એટલે કે એશિયાના ભાગમાં જ્યારે પણ લોકો એકબીજાને મળે છે, ત્યારે તેઓ એકબીજાને ભેટે છે, આવી રીતે મુલાકાત તમારી (પશ્ચિમી) સંસ્કૃતિનો ભાગ કદાચ ન હોઈ, પરંતુ હું તમને ખાતરી આપુ છું કે આ અમારી સંસ્કૃતિનો એક ભાગ છે.”