Charchapatra

‘કસુંબી’ને, કેસરિયો?? જાણે, અકકલનું પ્રદર્શન

રાષ્ટ્રીય શાયર- ગુજરાત સપૂત, સ્વ. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણીને સાંપ્રત સત્તાધારી નેતાઓએ અભડાવી. ‘મેઘાણી’નું જાણે હડહડતુ અપમાન કર્યું છે. ગુજરાત સરકારનાં જ વિવિધ વિભાગો- એકમો સહ સ્થાનિક, સુરત શહેરની વીર નર્મદ યુનિ.નો ગુજરાતી વિભાગ પણ સંયુકત ઉપક્રમે ‘કસુંબી ઉત્સવ’ની ઉજાણીમાં સામેલ હતો, જેના નામે મોટે ઉપાડે કાર્યક્રમ હતો, એમની છબી (તસ્વીર) કયાંય દૃષ્ટિગોચર નહોતી. ઉપસ્થિત સાક્ષરો, બહુશિક્ષિતો અચંબામાં પડી ગયા હતા. એવો એક પણ સુરતનો અગ્રણી સાહિત્યકાર કે રચનાકાર પોંખાયો નહતો.

સબબ ઉજવણીનો ખર્ચો, ભલે સરકારી તિજોરીએ ઉપાડયો હોય, પરંતુ જેના નામે કાર્યક્રમ યોજાયો એમની જાણે હડહડતી ઉપેક્ષા કેમ? આકાય કાર્યક્રમને જાણે ‘સાહિત્ય’ને બદલે ‘રાજકીય રંગ’ અપાયો. હવે, ‘જાગ્યા ત્યાંથી સવાર’ સમજવામાં ઢીલ કે આળસ હાવી થશે તો નજીકનાં જ ભવિષ્યમાં ભૂંડી કૌભાંડી અને બદનામ ‘પૂર્વસરકાર’થી પણ નિમ્ન સ્તરે આ’જ મતદારો ખેંચી જશે અને ‘ઘરેભેગા’ કરવાની કવાયત માટે જો આવા ને આવા જ ‘અકકલના પ્રદર્શનો’ થતા રહેશે.
સુરત     -પંકજ શાંતિલાલ મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top