અમદાવાદ: ઉત્તર પશ્ચિમ રેલ્વેના જોધપુર ડિવિઝનમાં જેસલમેર યાર્ડ કમિશનિંગ અને કોચિંગ મેન્ટેનન્સ ફેસિલિટી ડેવલપમેન્ટના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. રેલવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા. 25 ફેબ્રુઆરી 2026ની ટ્રેન નંબર 20492 સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને પોકરણ જૈસલમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. 26 ફેબ્રુઆરી 2026ની ટ્રેન નંબર 20491 જૈસલમેર સાબરમતી એક્સપ્રેસ પોકરણ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને જૈસલમેર–પોકરણ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.