Gujarat

હિંમતનગરમાં ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન પર હુમલો, કલાકો સુધી બંધક બનાવ્યા

સાબરકાંઠા: (Sabarkantha) ગુજરાતના (Gujarat) સાબરકાંઠા જિલ્લામાં ધરોઈ ડેમ નજીકના એક ગામમાં IAS અધિકારી નીતિન સાંગવાનને માછીમારી (Fishing) પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના જૂથ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા અને તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. માછીમારોના જૂથ દ્વારા એક આઈએએસ (IAS) અધિકારીને બંધક બનાવીને કલાકો સુધી માર મારવામાં આવ્યો હતો. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ ઘટના 4 માર્ચની સાંજે બની હતી. આ મામલામાં 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી ત્રણની ધરપકડ (Arrest) કરવામાં આવી છે અને બાકીના લોકોની શોધ ચાલી રહી છે. ફરિયાદમાં અધિકારીએ જણાવ્યું છે કે આરોપીની અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીઓએ તેમની સાથે મારપીટ કરી અને તેમને બંધક બનાવી લીધા. તેઓની વિરૂદ્ધ ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હતી. અધિકારી દ્વારા ખાતરી આપ્યા બાદ તેઓને છોડી મુકવામાં આવ્યા હતા.

વડાલીના ધરોઈ જળાશયમાં અંબાવાડા ગામ નજીક ફિશરીઝનો વ્યવસાય ચાલે છે. જેના નિરીક્ષણ માટે ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન અને ફિશિંગ અધિકારી ડી.એન. પટેલ દ્વારા સોમવારે બપોરે ઓચિંતિ મુલાકાત લેવામાં આવી હતી. માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી બાબુ પરમારને આ વાતની જાણ થઈ થતાં કાયદેસરની કાર્યવાહી થવાની બીકે તેણે કમિશનર પર હુમલો કર્યો હતો. કમિશનરના ઘૂંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં બાબુ પરમારે 10થી 12 માણસોને બોલાવી સાંગવાન અને તેની ટીમને કલાકો સુધી બંધક બનાવી રાખ્યા હતા. બાબુ પરમાર અને અન્ય લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી. જેથી મહામુસીબતે IAS અધિકારી અને તેમની ટીમે આરોપીઓના ચૂંગાલમાંથી બહાર આવીને 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાક કરી હતી. 

એવી આશંકા છે કે મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓ શોધી કાઢવાને કારણે આ ઘટના બની હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (ડીએસપી) વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ નિયામક તરીકે કામ કરતા સાંગવાન સોમવારે 6 માર્ચના રોજ તેમની ટીમના અધિકારીઓ સાથે ગામની મુલાકાતે હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો અને તેઓ ઘાયલ થયા હતા. જોકે હવે તેઓ ખતરાની બહાર છે. ડીએસપીએ કહ્યું કે પોલીસે આઈએએસ અધિકારી પર હુમલામાં કથિત સંડોવણી બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને ઓળખવા અને પકડવાના પ્રયાસો ચાલુ છે. વાઘેલાએ જણાવ્યું હતું. પકડાયેલા લોકોની ઓળખ દિલીપ પરમાર, નિલેશ ગમાર અને વિષ્ણુ ગમાર તરીકે થઈ છે જેઓ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે.

Most Popular

To Top