World

યુક્રેન પર છોડાયેલી રૂસની મિસાઈલ પોલેન્ડમાં પડી, નાટોએ બોલાવી ઈમરજન્સી બેઠક

નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) અનેક શહેરો પર ફરી મિસાઈલ છોડી છે. એક અહેવાલ અનુસાર હુમલામાં કેટલીક રશિયન મિસાઇલો (Russian missiles) નાટો દેશ (NATO Country) પોલેન્ડમાં (Poland) પડી હતી. આ મિસાઇલો પોલેન્ડના પ્રિવેડોવના ભીડવાળા વિસ્તારમાં પડી હતી. આ વિસ્તાર યુક્રેનની સરહદને અડીને આવેલો છે. મિસાઈલ હુમલામાં 2 લોકોના મોત થયા હતા. 

રશિયા-યુક્રેનના આક્રમણમાં આ પહેલીવાર બન્યું જ્યારે રશિયન મિસાઈલો પોલેન્ડ પડી હતી. હુમલા બાદ ઘટના સ્થળની તસ્વીરો સામે આવી છે. તસ્વીરોમાં દેખાઈ રહ્યું છે કે એક રોકેટ ગામમાં પડ્યું છે. અચાનક આ ઘટના બનતા બચાવ કર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

પોલેન્ડ પર રશિયન હુમલા બાદ તણાવ વધવાની તૈયારી છે. રશિયાએ ફરી એકવાર યુક્રેનના કિવ, લિવ, ખાર્કિવ, પોલ્ટાવા, ઓડેસા સહિત અનેક શહેરો પર 100થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. હુમલા બાદ પોલેન્ડે પોતાની સેનાની ટુકડીને ઘટનાસ્થળે મોકલી છે. આ દરમિયાન પોલેન્ડ પર મિસાઈલ પડી હોવાના સમાચાર મળ્યા બાદ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક મીડિયાને માહિતી આપી હતી. અમેરિકી સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ, પરંતુ એ નિશ્ચિત છે કે નાટો તેની જમીનના દરેક ઇંચની રક્ષા કરશે. 

રશિયાએ પોલેન્ડમાં પડેલી મિસાઇલોને તોડી નાખી 
પોલેન્ડના વિદેશ મંત્રાલયે પણ આ હુમલા અંગે જાણકારી આપી છે. સ્થિતિને જોતા પોલેન્ડ સરકારે ઈમરજન્સી બેઠક યોજી હતી. આ હુમલા બાદ પોલેન્ડે પોતાની સૈન્ય તૈયારીઓ વધારી દીધી છે અને સેનાને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. પોલેન્ડે કહ્યું છે કે તે આ રોકેટ હુમલા બાદ નાટો આર્ટિકસ લાગુ પડે છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, રશિયાએ પોલેન્ડમાં પડેલી મિસાઈલોને દૂર કરી દીધી છે. રશિયાનું કહેવું છે કે પોલેન્ડમાં પડેલી મિસાઈલ તસવીરોનો રશિયન હથિયારો સાથે કોઈ સંબંધ નથી. 

રશિયાએ ફરી યુક્રેન પર હુમલો કર્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ, પશ્ચિમ ક્ષેત્રના લિવ શહેર અને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર એક પછી એક સોથી વધુ મિસાઇલો છોડી છે. ઝેલેન્સકીએ રશિયાને આતંકવાદી દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ મિસાઈલોનું લક્ષ્ય યુક્રેનનું પાવર હાઉસ, પાવર સપ્લાય સ્ટેશન અને સપ્લાય લાઈન્સ હતું. રશિયાના આ મિસાઈલ હુમલા બાદ યુક્રેનના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. રશિયન મિસાઇલોએ કિવમાં રહેણાંક મકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ત્રણ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. રશિયાના મિસાઈલ હુમલાને કારણે લાંબા સમય સુધી સમગ્ર યુક્રેનમાં એર એટેકના સાયરન વાગતા રહ્યા હતા.

Most Popular

To Top