National

પંજાબ: લૂંટારાઓએ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ કંપનીની ઓફિસમાં ઘૂસી રૂ. 7 કરોડની લૂંટ ચલાવી

લુધિયાણા: પોલીસે (Police) જણાવ્યું હતું કે, શનિવારની વહેલી સવારે અહીંના ન્યૂ રાજગુરુ નગર વિસ્તારમાં કેશ મેનેજમેન્ટ સર્વિસિસ કંપનીની (Cash Management Services Company) ઓફિસમાં ઘૂસી સશસ્ત્ર લૂંટારાઓ આશરે રૂ. 7 કરોડની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઈ ગયા હતા. લગભગ 1:30 વાગ્યાની આસપાસ ઓછામાં ઓછા 10 લૂંટારાઓ ચાર સિક્યોરિટી ગાર્ડને દબાવીને સીએમએસ સિક્યોરિટીઝની ઑફિસમાં ઘૂસ્યા હતા અને પછી કંપનીની જ એક વાનમાં રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, લૂંટારાઓ લગભગ રૂ. 7 કરોડની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. કંપની હજી પણ ચોક્કસ રકમ શોધી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, લૂંટારાઓને પકડવા માટે શોધ શરૂ કરવામાં આવી છે. લુધિયાણાના પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 1:30 વાગ્યાની આસપાસ બની હતી.
લૂંટારાઓએ ભાગી જવા માટે ઉપયોગમાં લીધેલી કેશ વાન મુલ્લાનપુર ડાખા નજીકથી લાવારિસ મળી આવી છે. અને પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે વાહનમાંથી બે હથિયારો પણ મળી આવ્યાં હતાં.

કંપનીની બેદરકારી પર પ્રકાશ પાડતાં સિદ્ધુએ કહ્યું હતું કે, કેશ કરન્સી ચેસ્ટમાં નહીં, પરંતુ બહાર રાખવામાં આવી હતી.
સિદ્ધુએ કહ્યું કે, લૂંટારાઓ ડીવીઆર (સીસીટીવી કેમેરાનું ડિજિટલ વીડિયો રેકોર્ડર) પણ લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે લૂંટ થઈ ત્યારે કંપનીની લગભગ 16 કેશ વાન પરિસરની અંદર પાર્ક કરવામાં આવી હતી. એક પ્રશ્નના જવાબમાં સિદ્ધુએ કહ્યું હતું કે, પાંચમાંથી બે સુરક્ષા ગાર્ડ પાસે હથિયારો હતા, પરંતુ જ્યારે લૂંટ થઈ રહી હતી ત્યારે તેઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. સુદ્ધુએ જણાવ્યું હતું કે, એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ જેવી અનેક પાંખો લૂંટના કેસને ઉકેલવાનું કામ કરી રહી છે.

Most Popular

To Top