Sports

WTC ફાઈનલ પહેલા રિકી પોન્ટિંગની આ ભારતીય ખેલાડીને કેપ્ટન બનાવવાની ઈચ્છા

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા (India VS Australia) વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. વિરાટ કોહલી અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે (Ricky Ponting) WTC ફાઈનલ પહેલા પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે. રિકી પોન્ટિંગે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં (Play11) ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાથે ભારતીય ખેલાડીઓને પણ સ્થાન આપ્યું છે. જેમાં રિકી પોન્ટિંગ ઈચ્છે છે કે રોહિત શર્મા (Rohit Sharma) ટીમનો કેપ્ટન (Captain) બને.

રોહિત શર્મા ટીમનો કેપ્ટન બનેશે : રિકી પોન્ટિંગ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ICC રિવ્યુ પોડકાસ્ટમાં કહ્યું કે ઉસ્માન ખ્વાજા છેલ્લા કેટલા વર્ષોથી પોતાનું શાનદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. જ્યારથી ઉસ્માન ખ્વાજા ઓસ્ટ્રેલિયન ટીમમાં આવ્યા છે ત્યારથી લઈ આજ સુધી તેણે ક્યારે પણ કશું ખોટું કર્યું નથી. રિકી પોન્ટિંગ એમ પણ ઈચ્છે છે કે રોહિત શર્મા ટીમનો કેપ્ટન બને. રોહિતની કેપ્ટનશીપ હેઠળ જ ઓસ્ટ્રેલિયા સામે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી.

ચોથા નંબર પર વિરાટ કોહલીની પસંદગી
રિકી પોન્ટિંગે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્નસ લાબુશેનની પસંદગી કરી છે. આ સાથે ચોથા નંબર પર વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સર્વ શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે 74 સદી નોંધાયેલી છે. રિકી પોન્ટિંગે પાંચમા નંબર ઉપર ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને તક આપી છે. તેણે વિકેટકીપરની જવાબદારી એલેક્સ કેરીને આપી છે.

રિકી પોન્ટિંગે પોતાની પ્લેઈંગ ઈલેવનની ટીમ જાહેર કરી હતી જેમાં રોહિત શર્મા (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રવિન્દ્ર જાડેજા,મોહમ્મદ શમી એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને નાથન લિયોનનો સમાવેશ થાય છે. ટીમમાં એકમાત્ર સ્પિનર તરીકે નાથન લિયોન ​​છે.

Most Popular

To Top