Sports

રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાયનલમાં GT અને CSKની ટક્કર, વરસાદ બનશે દુશ્મન!

અમદાવાદ : ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે સાંજે ટક્કર થવા જઈ રહી છે. અમદાવાદમાં ઈન્ડિયન પ્રિમીયર લીગની (IPL) ફાઈનલ (Final) મેચ છે, ત્યારે આ મેચને વરસાદ નડતરરૂપ બની શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદ (Ahmedabad) સહિત કેટલાક જીલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.

અમદાવાદનો જનપથથી મોટેરા સુધીનો રસ્તો બપોરના 2થી રાત્રિના 2 સુધી બંધ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યે IPLની ફાઈનલ મેચ રમાનાર છે. આ મેચને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન થાય એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આજે બપોરના 2થી રાતના 2 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. આ રસ્તા પરથી લોકો ચાલીને જ જઈ શકશે. આ જાહેરનામું આજે રાતના 2 વાગ્યા સુધી અમલમાં રહેશે.

આજે સાંજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઈન્ડિયન પ્રિમીયર લીગની ફાઈનલ મેચ થવાની છે. લાખો ફેંસ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પહોચી ગયા છે. ત્યારે આજે અને આવતી કાલે ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક જીલ્લામાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત ફરતે ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાય
ગુજરાત ફરતે ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાય છે જે કારણોસર વરસાદી વાતાવરણ બન્યુ છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની નજીકના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાયું છે. આ સાથે ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ અને પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જે કારણો સર અમદાવાદમાં બોપોરના સમયમાં વીજળીના કડાકાભડાકા અને તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

માછીમારોને ત્રણ દિવસ દરિયામાં જવાની ના પાડવામાં આવી
ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવનને કારણે માછીમારોને ત્રણ દિવસ દરિયામાં જવાની ના પાડવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, તો ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ અને રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરાવામાં આવી છે.

Most Popular

To Top