World

ચીનની શાળામાં છત ધરાશાયી થતાં 10નાં મોત, 5ની હાલત ગંભીર

નવી દિલ્હી: ઉત્તરપૂર્વીય શહેર કિકિહારમાં આવેલ મિડલ સ્કૂલ જિમની (Middle school gym) છત (Ceiling) અચાનક તૂટી પડતાં 10 લોકોનાં મોત (Death) થયાં હતાં. જિમની છત ધરાશાયી થવાને કારણે કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પણ રેસ્કયુની (Rescue) કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના સમયે જીમમાં કુલ 19 લોકો હાજર હતા, જેમાંથી 4 લોકો પોતાની સૂઝબૂઝનાં કારણે ઘટના સ્થળેથી ખસી ગયા હતા જેના કારણે તેઓ પોતાનો જીવ બચાવી શકયા હતા.

  • 14 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા
  • 160 ફાયરફાઈટરો રેસ્કયુની કામગીરી કરી રહ્યાં છે
  • છત પર રાખવામાં આવેલ ફ્લાઈટ નામના સામાનના વજનથી છત તૂટી પડી

આ મિડલ સ્કૂલ જીમ અચાનક ધરાશાયી થઈ જતાં એક ડઝનથી વધુ લોકો કાટમાળમાં ફસાયા હતા. આ પછી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ 14 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જાણકારી મુજબ 160 ફાયરફાઈટરો રેસ્કયુની કામગીરી કરી રહ્યાં છે.

જીમની બાજુમાં અન્ય બિલ્ડિંગ બાંધવાનું કામકાજ ચાલી રહ્યું હતું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જીમની બાજુમાં અન્ય બિલ્ડિંગ બાંધવાનું કામકાજ ચાલી રહ્યું હતું. બિલ્ડિંગની કામગીરી માટે ફ્લાયટ નામની સામગ્રી સ્કૂલની છત પર મૂકવામાં આવી હતી જેનો ઉપયોગ બાંધકામના કામમાં થવાનો હતો. તપાસ મુજબ છત પર રાખવામાં આવેલ ફ્લાઈટ નામના સામાનનું વજન વધુ હતું. જેના કારણે શાળાની છત પર વધુ પડતા ભારને કારણે છત તૂટી પડી હતી. પોલીસે હાલ બાંધકામનું કામ જોઈ રહેલા કોન્ટ્રાકટરને કસ્ટડીમાં લીધા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top