Entertainment

રામનવમીના અવસરે કપિલે શર્માએ ફેન્સને આપી આ ભેટ

નવી દિલ્હી: કપિલ શર્મા (Kapil Sharma) આ નામ માત્ર ભારતમાં (India) જ નહિં વિશ્વમાં પણ જાણીતું છે. કોમેડિ કિંગ કપિલ શર્મા આમ તો પોતાની કોમેડિના કારણે જાણીતા છે પરંતુ આ વખતે તેઓ કોઈ અલગ કારણસર જ ચર્ચામાં આવ્યા છે. કપિલ આમ તો મલ્ટી ટેલેન્ટેડ પર્સન છે. લોકોને હસાવાની સાથે તેને ગાવું પણ ખૂબ ગમે છે તે આપણે સૌ જાણીએ છીએ. આજે રામનવમીના દિવસે તેણે તેના ફેન્સનું દીલ જીતી લીધું છે.

કપિલે પોતાના સીંગીગ ટેલેન્ટને પણ જીવતો રાખ્યો છે. જો કે તોનો અવાજ પણ સૌના દીલ જીતી લે છે. કપિલ શર્માએ રામ નવમીના દિવસે એક ઓડિયો શેર કર્યો છે જેમાં તે સુંદરકાંડ સંભળાવે છે. કપિલે આ ઓડિયો શેર કરી લખ્યું છે કે રામ નવમીના આ શુભ અવસર પણ મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે હું તમને સુંદરકાંડ ગાઈ રહ્યો છું. આ શ્રી રામચરિત માનસનું પ્રથમ હિંદી ટ્રાન્સલેશન છે. આ ટ્રાન્સલેશન ડોકટર ધીરજ ભટનાગરે કર્યું છે. તેના ફેન્સે જયારે આ ઓડિયો સાંભળીયો ત્યારે સૌ ચોંકી ગયા હતા. તમામને કપિલ તરફથી મળેલી આ સરપ્રાઈઝ ખૂબ ગમી હતી.

કોમેન્ટ બોકસમાં સૌ જય શ્રી રામ લખી રહ્યાં હતા. આ ઉપર ધણાં યુઝર્સે આ પોસ્ટ ઉપર કપિલના અવાજ માટે કોમેન્ટ પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે સર હું તમારી કોમેડિ અને અવાજ બંનેનો ખૂબ મોટો ફેન છું. અન્ય એકે લખ્યું હતું કે રામ નવમીના આ શુભ અવસરે તમારા અવાજમાં સુંદર કાંડ સાંભળવું અમારા માટે એક અમુલ્ય ભેટ છે. આ ઉપરાંત ધણાંએ કપિલને મલ્ટી ટેલેન્ટેડ પણ કહ્યો હતો.

કપિલ શર્મા વર્ક ફ્રન્ટ પર પોતાની ટેલેન્ટથી લોકોને સતત ચોંકાવી રહ્યો છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ઝ્વીગાટો’ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં કોમેડી કરનાર કપિલ શર્માએ ગંભીર અભિનય કર્યો છે. કપિલ ફિલ્મમાં ડિલિવરી મેન બન્યો છે. કપિલ શર્માને પડદા પર આટલા ગંભીર પાત્રમાં જોવાની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ફિલ્મ જોયા બાદ લોકોએ કપિલની એક્ટિંગના વખાણ કર્યા છે. વિવેચકો અને લોકોએ નંદિતા દાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઝ્વીગાટો’ને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ‘જ્વિગતો’માં શાનદાર અભિનય બતાવ્યા બાદ કપિલે ફરી સુંદરકાંડ ગાઈને પોતાના ટેલેન્ટથી ચાહકોને ચોંકાવી દીધા છે.

Most Popular

To Top