SURAT

ઘોડદોડ રોડના બિલ્ડર રમેશ કોઠારીને ઓફિસમાં ઘૂસીને માર મરાયો

સુરત (Surat) : શહેરના ઘોડદોડ રોડ (GhodDodRoad) ઉપર બિલ્ડરને (Builder) 30 લાખ આપવાનું લેણદારને ભારે પડી ગયું હતું. નાણા લેવા માટે સબંધીને મોકલતા ઉગ્ર બોલાચાલી થતા નાણા તો નહીં મળ્યા પરંતુ બિલ્ડરે નાણા માંગનારને પોલીસ (Police) લોકઅપમા (LockUp) નંખાવી દીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્લે પોંઇન્ટ સ્થિત ધરમપેલેસમાં રહેતાં બિલ્ડર રમેશ કોઠારીએ આ બનાવ અંગે જીમી સંઘવી સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અર્પણભાઇ નામની વ્યક્તિને તેમણે રૂપિયા 30 લાખ ચૂકવવાના બાકી છે. આ નાણા સગવડ થતાં પછીથી આપવાની તેમણે વાત કરી હતી.

દરમિયાન તા. 2 ઓગસ્ટની રાત્રે સાડા આઠ વાગ્યે તેઓ હેરોડ્સ બિલ્ડિંગમાં આવેલી તેમની ઓફિસમાં બેઠા હતાં. તે દરમિયાન તેમની બાજુની ઓફિસ તેમના જ ભાગીદાર ભરત મોદીની છે. તેમના ભાગીદારની ઓફિસમાં જીમી સંઘવી નામનો ઇસમ રમેશ કોઠારી કોણ છે તેવું પૂછી રહ્યો હતો અને બંને બાથંબાથી કરી રહ્યાં હતાં.

એટલે તેઓ બહાર આવ્યા હતાં અને રમેશ કોઠારી હોવાનું કહેતાં જ જીમી તેમના પર તૂટી પડ્યો હતો અને માર માર્યો હતો. જીમી સંઘવીએ તેમને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીમી સંઘવી સાથે તેમને કે તેમના ભાગીદારને કોઇ જ લેવા દેવા નહીં હોવા છતાં તેમને માર મરાયો હતો.

ચામુંડા રેસ્ટોરન્ટ સામે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ઢીશૂમ ઢીશૂમ
સુરત(Surat) : રીંગરોડ (RingRoad) પર આવેલા ચામુંડા રેસ્ટોરન્ટ (Chamunda Restaurant) સામે એક સ્કૂલના (School) વિદ્યાર્થીઓ (Student) વચ્ચે છુટાહાથની મારામારી (Fight) કરતા વિડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે કઈ બાબતથી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ એ જાણી શકાયું નથી.જોકે વિદ્યાર્થીઓ નજીકની જ શાળાના વિદ્યાર્થીઓ હોવાનું અને એક-બે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે.

Most Popular

To Top