SURAT

ઝાંપાબજાર ખરાદી શેરીમાં અશાંત ધારા વચ્ચે વોરાજીએ બાંધકામ કરતાં વિવાદ : 3 મહિને પાલિકા જાગ્યું, ડીમોલિશન શરૂ

સુરત(surat) : ઝાંપાબજારમાં અશાંત ધારા (AshantDhara) વચ્ચે થયેલા મકાન વેચાણ (Property Sell) બાદ વોરા સમાજના (Vohra) આગ્રણીએ બાંધકામ (Construction) શરૂ કરતા વિવાદ (Controversy) ઉભો થયો હતો. એટલું જ નહીં 100 ટકા હિન્દૂ વસ્તી (Hindu Population) ધરાવતા ખરાદી શેરીના લોકોએ 3 મહિનામાં 10-12 જેટલી વાંધા અરજીઓ કર્યા બાદ કંટાળીને આક્રોશ સાથે મોરચો કાઢતા પાલિકા એ આજે શુક્રવારે સવારથી જ ઓપરેશન ડિમોલેશન (Demolition) શરૂ કર્યું હતું. એટલું જ નહીં પણ ખરાદી શેરીમાં ગેરકાયદેસર બાંધકામનું (Illegal Construction) ડિમોલીશન કરવામાં આવતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

  • અશાંતધારો હોવા છતાં ખરાદીશેરમાં વોરાજીએ મકાનનું બાંધકામ શરૂ કર્યું હતું
  • ખરાદી શેરીમાં 100 ટકા હિન્દુ વસ્તી છતા વોરાજીના બાંધકામથી લોકો રોષે ભરાયા
  • ત્રણ મહિના સુધી અરજી કરવા છતાં પાલિકાનું તંત્ર કોઈ કામ કરતું નહોતું
  • આખરે આજે ખરાદી શેરીના રહીશોએ મોરચો કાઢતા તંત્ર દોડતું થયું
  • હથોડા ઝીંકી વોરાજીનું મકાન તોડી પાડ્યું

જીગેશભાઈ જરીવાલા (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે, નટુભાઈ ખરાદી એ લગભગ 2018માં પોતાનું મકાન વેચાણ માટે મૂક્યું હતું. ત્યારબાદ અશાંતધારો લાગુ પડી ગયો હતો. ખરાડી શેરીમાં 100 ટકા હિન્દૂ વસ્તી ધરાવે છે. જ્યા અચાનક 5માં મહિનામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ થઈ જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં. એટલું જ નહીં પણ ખરાદી શેરીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. શેરીના રહીશો દ્વારા 3 મહિનામાં 10-12 વાર પાલિકામાં વાંધા અરજીઓ કરવા છતાં ડિમોલેશન કામગીરી નજર અંદાજ કરાઈ રહી હતી.

વધુમાં જણાવ્યું હતું કે આવા સંજોગોમાં સ્થાનિક રહેવાસીઓ એ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને મળી ઉગ્ર રજુઆત કરતા અને પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની ચીમકી આપતા ડીમોલેશન વિભાગની ઉંઘ ઉડી હતી. આજે સવારથી જ પાલિકાનું ડીમોલેશન વિભાગ ખરાદી શેરીમાં જોવા મળ્યું હતું. વોરા સમાજના અગ્રણી નું ચાલતું બાંધકામ અટકાવી તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. હાલ સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ છે.

Most Popular

To Top