Dakshin Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચાલી રહેલા બે સ્પાના સંચાલકો સામે ગુનો

રાજપીપળા: (Rajpipla) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) નજીક ગરૂડેશ્વર ખાતે આવેલી ઓરા ઇન્ટરનેશનલ સ્પાના (International Spa) સંચાલક મૌલિકગીરી પ્રવીણગીરી ગોસ્વામી તેમજ ગ્રાન્ડ યુનિટી હોટલ (Hotel) નીચે ક્રાઉન વેલનેશ સ્પાના સંચાલક રાકેશ કુમાર ઉર્ફે રાજુ દુર્ગારામ સાલવી વિરૂદ્ધ સ્પામાં કામ કરતી મહિલાઓના જરૂરી પુરાવા નહીં રાખી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતા જાહેરનામા ભંગ કરવા બદલ ગુનો દાખલ કરાયો છે.

પોલીસે આ બંનેની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી. જિલ્લા કલેકટર દ્વારા 28-12-2022 ના જાહેરનામું બહાર પાડીને હોટલો તેમજ ગેસ્ટ હાઉસ સહિતની કોમર્શિયલ જગ્યાઓમાં વસવાટ અને કામ કરતા લોકોના નામ ઠામ જરૂરી પુરાવાઓ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવા ફરજિયાત હોય છે.જો તેમ કરવામાં કોઈ કસુરવાર ઠરે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું
અંકલેશ્વર : અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જુના દિવા ગામની સીમમાંથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય 7 જુગારી ફરાર થઇ ગયા હતાં. અંકલેશ્વરના જુના દિવા ગામમાં રહેતો ગૌરવ ઉર્ફે ગવો રાજેશ પટેલ અને મુકેશ બાલુ પટેલ બહારથી માણસો બોલાવી ગામની સીમમાં ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડ નીચે જુગારધામ ચલાવી રહ્યા છે તેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર અને બે ફોન મળી કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા ભરૂચના સાબેના નગરમાં રહેતો જુગારી દાઉદ નૂરભા ભટ્ટીને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 7 જુગારી ફરાર થઇ ગયા હતા.

Most Popular

To Top