Dakshin Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસમાં બેસવા મુદ્દે બે પ્રવાસી પરિવાર બાખડ્યા

ભરૂચ: (Bharuch) વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue Of Unity) મુલાકાતે આવેલા બે પ્રવાસી પરિવાર વચ્ચે બસમાં બેસવાના મુદ્દે માથાકૂટ થતાં છુટ્ટા હાથે મારામારી ઘટના બની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એકતાનગર પોલીસે પહોંચતા મારામારી કરનાર ઇસમોની અટકાયત કરી હતી.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસમાં બેસવા મુદ્દે બે પ્રવાસી પરિવાર બાખડ્યા, વિડીયો વાયરલ
  • બંને પરિવારના સભ્યો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ, પોલીસે બંને પક્ષના સભ્યોની અટકાયત કરી

હાલમાં પ્રવાસીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ઘટનાનો મુદ્દો સોશિયલ મીડિયા મારફત વાયરલ થયો છે. કેવડીયા DYSP દુધાતે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં બે પ્રવાસી પરીવાર વચ્ચે બસમાં બેસવાના મુદ્દે મારામારી થવાનો બનાવ બન્યો છે. બંને પક્ષે સામસામે અરજી કરી હતી. જો કે ફરીયાદ કરવાની ના પાડતા આખરે અરજીને આધારે અટકાયતી પગલાં લઈ મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતાં, ત્યારબાદ મુદ્દો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશન ટાણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. કયારેક બસમાં બેસવા માટે લાંબીલચક કતારો જોવા મળે છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે અને ક્રમબદ્ધ બસમાં બેસાડવા માટે સિક્યોરિટીનું આયોજન કરવા માંગ ઉઠી છે.

Most Popular

To Top