SURAT

વરાછામાં રહેણાક સોસાયટીના ધાબા પર પતરાના રૂમમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

સુરત: (Surat) વરાછાના ઘનશ્યામનગર વિભાગ-૨ના એક મકાનના ચોથા માળે પતરાની રૂમ (Room) બનાવી ચલાવાતું કુટણખાનું (Brothel) પકડાયું છે. પોલીસે 4 લલનાને મુક્ત કરાવી સંલગ્ન કાર્યવાહી કરી છે.

  • વરાછામાં રહેણાક સોસાયટીના ધાબા પર પતરાની રૂમમાં કૂટણખાના ધમધમી રહ્યા છે
  • ઘનશ્યામનગર વિભાગ-2ના એક મકાનના ધાબે દરોડામાં એકની ધરપકડ, ચાર લલનાને મુક્ત કરાવાઈ

ક્રાઈમ બ્રાંચ એએચટીયુની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વરાછા લંબે હનુમાન રોડ ઘનશ્યામનગર વિભાગ-૨ શેરી નંબર-૧૯, પ્લોટ નં.૨૪૨ના ચોથા માળે બનાવેલા પતરાની રૂમોમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. અભિજીત અંશુભાઇ કાલીદાસ પાલ (ઉ.વ.૩૬, રહે. ઘર નં.૧૦૫ મારૂતી પેલેસ રૂદ્ર રેસીડેન્સી, ઉંભેર ગામ કડોદરા ચાર રસ્તા પાસે તથા મુળ પશ્ચીમ બંગાળ)એ આ રૂમ એક વર્ષથી ભાડેથી રાખી હતી. તે આ રૂમમાં 4 મહિલાઓ પાસે દેહવેપાર કરાવતો હતો. રેઈડ દરમિયાન પોલીસે કુલ 2650નો મુદ્દામાલ કબજે લીધો હતો અને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. આ પહેલા પણ વરાછાની એક સોસાયટીમાં આ રીતે પતરાના રૂમ ધાબા ઉપર બનાવી દેહવેપારનો ધંધો પકડાયો હતો.

Most Popular

To Top