National

કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના મ્યુઝિક કોન્સર્ટમાં નાસભાગ, 4ના મોત, 46 ઘાયલ

કોચી: (Kochi) કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT)માં એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં ટેક ફેસ્ટ દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આ સિવાય 46થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ફેસ્ટ અંતર્ગત આયોજિત ગીત ફેસ્ટિવલ દરમિયાન નાસભાગને કારણે થઈ હતી.

કેરળની કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT)માં શનિવારે મોડી સાંજે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ભાગદોડમાં ચાર લોકોના મોત થયા હતા. આ સિવાય 46થી વધુ લોકો ઘાયલ થયા છે. ટેક ફેસ્ટના ભાગરૂપે આયોજિત મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્રખ્યાત બોલિવૂડ સિંગર નિકિતા ગાંધી ઓડિટોરિયમમાં પરફોર્મ કરી રહી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના શનિવારે સાંજે લગભગ 7 વાગે બની હતી. કાર્યક્રમ શરૂ થયા બાદ વરસાદ શરૂ થયો ત્યારે તેનાથી બચવા લોકો ઓડિટોરિયમ તરફ દોડી આવ્યા હતા. જેના કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ નાસભાગ મચી જવાથી આ દુ:ખદ ઘટના બની હતી. એવું કહેવાય છે કે ટેક ફેસ્ટ તાજેતરમાં શરૂ થયો હતો. આ અનુસંધાનમાં આજે સાંજે 6 વાગ્યે નિકિતા ગાંધીનો સંગીત કાર્યક્રમ શરૂ થયો હતો. ઓડિટોરિયમમાં યોજાયેલ સંગીત જલસાનું આયોજન બહારના લોકો પણ સાંભળી શકે તે રીતે કરવામાં આવ્યું હતું.

આ કારણે મ્યુઝિક કોન્સર્ટમાં નાસભાગ મચી ગઈ
સવારથી જ અહીં ઓડિટોરિયમની ક્ષમતા કરતા વધુ લોકો આવ્યા હતા. ગીત શરૂ થયા પછી વરસાદ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં બહાર હાજર લોકો ઓડિટોરિયમની અંદર આવી ગયા હતા. આ પછી અચાનક નાસભાગ મચી ગઈ હતી. આમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કલામાસેરી મેડિકલ કોલેજ સહિત વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top