Gujarat

CM ભૂપેન્દ્ર પટેલે જાપાન જવા રવાના થતાં પહેલાં અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યા

ગાંધીનગર: (Gandhinagar) શનિવારે જાપાન તથા સિંગાપોરના પ્રવાસે જવા રવાના થતાં પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અયોધ્યા ખાતે ભગવાન ક્ષી રામલલ્લાના દર્શન તથા પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અયોધ્યા ખાતે આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

  • જાપાન જવા રવાના થતાં પહેલાં અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરતા દાદા
  • અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ-નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભગવાનની શ્રીરામનાં દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે. એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ વિરાસતના વિકાસ સાધવાના આપેલા કાર્ય સૂત્રને પણ સાકાર કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતાં અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી. તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન-અર્ચન તેમજ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીનાં પણ દર્શન-અર્ચન કર્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ-ઉત્સવ ઉજવાશે.

Most Popular

To Top