National

મોદી સરનેમ કેસ: રાહુલ ગાંધીએ હાઇકોર્ટના આદેશને હવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં (Modi surname case) સજા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા છે. કોંગ્રેસના નેતાએ 2019ના માનહાનિ કેસના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટના (Gujarat Highcourt) આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 7 જુલાઈના રોજ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી અને સેશન્સ કોર્ટે દોષિત ઠરાવવાનો ઇનકાર કરતા હુકમને યથાવત રાખ્યો હતો.

આ પહેલા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં કોંગ્રેસના નેતા સામે માનહાનિનો કેસ દાખલ કરીને તેમને સજા અપાવી હતી, તેમણે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વાસ્તવમાં 23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી.

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? કોંગેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે.

રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. દોષિત ઠર્યા બાદ લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ને નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સુરત સેશન્સ કોર્ટની મદદ લીધી હતી. પરંતુ સુરત સેશન્સ કોર્ટે તેમની અરજી રદ્દ કરી હતી. ત્યાર બાદ તેમણે હોઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ હાઇકોર્ટે કહ્યુ હતુ કે એક અંતરાલ બાદ આ કેસમાં ચુકાદો આપવામાં આવશે. જો કે રાહુલ ગાંધી અહીં અટક્યા નહીં ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી 2 વર્ષની સજા પર રોક લગાવવાનો ઇનકાર કરતાં કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટના જજ જસ્ટિસ હેમંત પ્રિચકે નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

Most Popular

To Top