ગુજરાત સરકારે હાલમાં આ બધા ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ પ્રતિબંધ મુકી દેવાથી ક્યારેય કોઈ સમસ્યાનો અંત આવતો નથી. ઊલટું એ વસ્તુઓ બમણા ભાવે બજારમાં જોઈએ એટલી મળી રહે છે. એનાલોગ પનીરનો સૌથી વધુ ઉપયોગ સામાન્ય રીતે હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ સેન્ટર પિઝા બર્ગર આઉટલેટ અને કેટરિંગ વ્યવસાયમાં થતો હોવાની ચર્ચા વરસોથી ચાલતી આવે છે. ગ્રાહકને પ્લેટમાં પીરસાતું પનીર અસલી છે કે એનાલોગ, તેની ઓળખ કરવી લગભગ અશક્ય છે. બહુ જલ્દી ખબર પડતી નથી. જો આ પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવે ફુડ વિભાગના અધિકારીઓ લાંચ લીધા વગર ઇમાનદારીથી આનો કડક અમલ કરાવે રેગ્યુલર નિયમિત ચેકીંગ કરે તો કદાચ ફરક પડે.
જે વેપારીઓ નિયમોનું પાલન કરે છે એમને કોઈ ભય કે ડર હોવો જોઈએ નહીં પરંતુ જો કોઈ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરીને સસ્તા અને પ્રતિબંધિત ઉત્પાદનોનો ઉપયોગ કરતું હોય તો તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા સ્થળો પર ફુડ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પારદર્શક અને નિયમિત સતત તપાસ અભિયાન ઇમાનદારી પુર્વક ચલાવે તો જ સરકારના નિર્ણયનુ સાચું પરિણામ જોવા મળશે. ખાધસુરક્ષા એકલા સરકારની જવાબદારી નથી. લોકો હવે પ્રતિબંધ ની જાહેરાતથી આગળ વધીને તેના કડક અમલની અપેક્ષા રાખી રહ્યા છે. સરકારે પહેલુ પગલું ભરી દીધું છે અને બીજું અને સૌથી મહત્વનું પગલું ફુડવિભાગે ભરવાનું છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા