Business

મનમાં અભાવની ગ્રંથિ

પ્રત્યક્ષ અનુભવ વગર કોઈ પણ વ્યક્તિ વિશે અન્ય કોઈની વાત સાંભળીને તે વાતને સાચી માની લઈએ છીએ ત્યારે આપણે ખોટી માન્યતાના શિકાર બની જઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ, જાતિ, સમાજ કે દેશ પ્રત્યે પણ આવી પૂર્વધારણા ઘાતક નીવડે છે. ઘણીવાર આપણે આપણા અનુભવોનું સામાન્યીકરણ કરી નાખીએ છીએ પરિણામે ખોટાં મનાંકનો બંધાય જાય છે.  જેમ કે કંજૂસ મારવાડી, ગરીબ બ્રાહ્મણ જેવાં વ્યાપક વિશેષણો સાંભળીને આપણા મનાંકનો પણ બંધાતા હોય છે, જે હકીકતમાં ખોટા છે જેને આપણે કંજૂસ મારવાડી કહીએ છીએ એમના વિશેના વ્યાપક સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે કે સૌથી વધારે દાન મારવાડીઓ કરે છે.

એટલે આપણા બહુધા મનાંકનો અને ધારણાઓ ખોટાં જ હોય છે.  એકવાર કોઈ વ્યક્તિ વિશે આપણા મનમાં અભાવની ગ્રંથિ બંધાઈ જાય પછી એ વ્યક્તિની સારપ આપણી આંખે ચડતી નથી. આપણું કંઈ પણ ખોટું થાય તો એમાં એ વ્યક્તિનો ફાળો હશે એવી શંકા મનમાં થવા માંડે આ માનસિક રીતે કથળેલા આરોગ્યની નિશાની છે, જો આપણું મન કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિનું મૂલ્યાંકન તટસ્થ રીતે નથી કરી શકતું તો આપણે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે.  દોરડામાં સાપ દેખાયા કરે તો દ્રષ્ટિકોણ ભીતિયુક્ત અને નકારાત્મક બની જાય આવા સંજોગોમાં મોટી મુશ્કેલીના શિકાર બનવાની સંભાવના છે. એટલે વિવેકબુધ્ધિ નબળી ન પડે તે દિશામાં આપણે સતત પ્રયત્નશીલ રહીને મન-મગજના બંધિયારપણાને તોડવું રહ્યું.
કીમ, સુરત        – પ્રકાશ પરમાર

Most Popular

To Top