World

ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પને પોતાના જ રિપબ્લિકન્સનો ઝટકો, મિડ-ટર્મ પહેલાં વધતી ચિંતા

અમેરિકામાં ઈરાન યુદ્ધ અને સતત વધી રહેલા ઈંધણના ભાવને લઈને રિપબ્લિકન પાર્ટીની અંદર મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે.જો કે મિશિગન અને આયોવાના બે રિપબ્લિકન સેનેટ ઉમેદવારોએ ઈરાન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાની માંગ કરી છે.ખાસ વાત એ છે કે આ બંને નેતાઓ અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો અધિકાર આપતા પગલાંનું સમર્થન કરી ચૂક્યા છે.આ બદલાવ નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણી પહેલાં આવ્યો છે, જ્યારે અમેરિકન પરિવારો વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.

આયોવાના એશ્લી હિન્સનનો બદલાયેલો સૂર: આયોવાથી રિપબ્લિકન સેનેટ ઉમેદવાર એશ્લી હિન્સને કહ્યું છે કે આયોવાના લોકોને ઈરાન યુદ્ધની આર્થિક કિંમત ચૂકવવી ન જોઈએ.ગેસોલિન ટેક્સ સ્થગિત કરવા, અમેરિકાથી ડીઝલની નિકાસ થોડા સમય માટે રોકવા સહિતના પગલાંની માંગ કરી છે. સાથે જ તેમણે યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની વાત કરી છે. જોકે, હિન્સન અગાઉ ટ્રમ્પના યુદ્ધસંબંધિત અધિકારોને મર્યાદિત કરવાના પ્રયાસો સામે અનેક વખત મતદાન કરી ચૂકી છે. તેમજ મિશિગનમાં માઇક રોજર્સે પણ બદલ્યું વલણ: મિશિગનના રિપબ્લિકન સેનેટ ઉમેદવાર માઇક રોજર્સે પણ પોતાના ચૂંટણી પ્રચારમાં ઈરાન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યુદ્ધ સમાપ્ત થાય તો ઊર્જાના ભાવ નીચે આવી શકે છે, પરંતુ ત્યાં સુધી મિશિગનના પરિવારો રાહ જોઈ શકે તેમ નથી. રોજર્સે પણ રાજ્ય અને ફેડરલ ગેસોલિન ટેક્સ રોકવા તથા અમેરિકન ડીઝલની નિકાસ અસ્થાયી રીતે અટકાવવાની માંગ કરી છે.

ડેમોક્રેટિક ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા: બંને રિપબ્લિકન ઉમેદવારોના બદલાયેલા વલણ પર તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધીઓએ સવાલો ઉઠાવ્યા છે. માઇક રોજર્સના પ્રતિસ્પર્ધી અબ્દુલ અલ-સઈદે આરોપ લગાવ્યો કે ગેસ અને ડીઝલના ભાવ વધ્યા બાદ રોજર્સે પોતાનું વલણ બદલ્યું છે.જ્યારે એશ્લી હિન્સનના પ્રતિસ્પર્ધી જોશ ટ્યુરેકે કહ્યું કે જ્યારે યુદ્ધ સમાપ્ત કરવા માટે મતદાનની તક હતી ત્યારે હિન્સને તેનો વિરોધ કર્યો હતો. મહત્વ નું છે કે આરોપો સંબંધિત ઉમેદવારોના રાજકીય પ્રતિસ્પર્ધીઓના દાવા છે.

અન્ય રિપબ્લિકન્સમાં પણ મતભેદ: ટ્રમ્પથી ઈરાન યુદ્ધ મુદ્દે અંતર રાખનારા રિપબ્લિકન્સમાં રોજર્સ અને હિન્સન એકલા નથી.ગયા અઠવાડિયે આયોવાના પ્રતિનિધિ જેક નન અને મેરિયનેટ મિલર-મીક્સે પણ ડેમોક્રેટ્સ સાથે મળીને ઈરાનમાં ટ્રમ્પના યુદ્ધસંબંધિત અધિકારોને મર્યાદિત કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું.આ સમગ્ર પરિસ્થિતિમાં ઈંધણના વધતા ભાવ અને મોંઘવારી રિપબ્લિકન ઉમેદવારો માટે મહત્વનો મુદ્દો બની રહ્યા છે.તાજેતરના Reuters/Ipsos સર્વેમાં ટ્રમ્પની મંજૂરીનો દર 32% નોંધાયો હતો અને ઈરાન યુદ્ધ તથા જીવનનિર્વાહના વધતા ખર્ચ અંગે અમેરિકનોમાં અસંતોષ જોવા મળ્યો હતો. જોકે, ચૂંટણીનું અંતિમ પરિણામ મતદારોના નિર્ણય પર નિર્ભર રહેશે.

Most Popular

To Top