India

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર 20 ઓક્ટોબરથી અમલી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર આગામી 20 ઓક્ટોબર 2026ના રોજ વિજયાદશમીના પવિત્ર અવસરે અમલમાં આવશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હી ખાતે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને મોટો વેગ મળશે. 27 એપ્રિલે હસ્તાક્ષર કરાયેલા આ ઐતિહાસિક કરાર હેઠળ ભારતથી ન્યૂઝીલેન્ડ નિકાસ થતી 100 ટકા વસ્તુઓને કરાર અમલી બનતા જ ડ્યૂટી-ફ્રી એટલે કે જકાતમુક્ત પ્રવેશ મળશે. હાલમાં ન્યૂઝીલેન્ડ ભારતના કપાસ, સિરામિક્સ, કાર્પેટ, ઓટોમોબાઈલ્સ અને ઓટો કમ્પોનન્ટ્સ જેવા મુખ્ય સામાન પર 10 ટકા સુધીની જકાત વસૂલે છે, જે નાબૂદ થતાં ભારતીય સામાનને વેલિંગ્ટનના બજારમાં સ્પર્ધક દેશો સામે મોટો ફાયદો થશે.

આ વેપાર કરાર હેઠળ ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકી ડોલરનું જંગી રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ રોકાણ અને ટેકનોલોજીથી ભારતના ઉત્પાદન ક્ષેત્રને મોટો લાભ થશે. વધુમાં, કૃષિ ઉત્પાદકતા ભાગીદારી દ્વારા ન્યૂઝીલેન્ડની અત્યાધુનિક ટેકનોલોજી ભારતના વિશાળ બજાર અને વધતી માગ સાથે જોડાશે.

Most Popular

To Top