Gujarat Main

PM મોદીએ ટ્વીટ કર્યુ: માતા હીરા બાએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ગાંધીનગર : વડાપ્રધાન મોદી(pm modi)નાં માતા હિરા બા(hira ba)એ આજે પોતાની કોરોના વેક્સિન (corona vaccine)નો પ્રથમ ડોઝ લીધો છે. ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાન નજીક આવેલા હેલ્થ સેન્ટરમાં જઇને પોતાની કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જેના વિષે વડાપ્રધાન મોદીએ પણ આ ટ્વીટ (tweet) કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે માતા હિરા બાએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હું દેશાના નાગરિકોને અપીલ કરૂ છું તેઓ પણ આગળ આવે અને કોરોના રસીનો પ્રથમ ડોઝ લે.

સામાન્ય રીતે કોરોના રસી સંપુર્ણ સુરક્ષીત હોવા અંગે અનેક સવાલો ઉઠતા રહ્યા છે. જો કે મોદી સરકારનાં મોટા ભાગના મંત્રીઓએ કોરોના રસી લઇને લોકો વચ્ચે એક પ્રકારે વિશ્વાસ નિર્માણનું કામ કર્યું છે. અને તમામ નેતા અવાર-નવાર પોતાના રસીકરણના સમાચાર લોકો સુધી પહોંચાડી સન્દેશ આપી રહ્યા છે. ત્યારે હવે નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ રસી લેતા વધારે મજબુતાઇથી સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે અને કરી બતાવ્યું છે કે કોરોના રસી સંપુર્ણ સ્વસ્થ છે. મહત્વની વાત છે કે, ભારતમાં તૈયાર થયેલ કોરોના રસીની દેશ વિદેશમાં ખુબજ માંગ છે. સાથે જ ભારત દ્વારા રસીનું મોટા પાયે વિદેશમાં નિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. 

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હીરાબાંને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવતા લોકોને અવેર કરવાની એક પણ તક નહીં ચુકતા વડાપ્રધાન મોદીએ બપોરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અને હરખભેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, મને જણાવતા ખુબ આનંદ થઇ રહ્યો છે કે “મારા માતાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હું તમામ નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે જે પણ વેક્સિનેશન માટે યોગ્ય હોય તેઓ વેક્સિન જરૂર લે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા ગાંધીનગર ખાતે જ રહે છે. નોંધનીય છે કે તેમની ઉંમર 100 વર્ષની આસપાસ થઇ ગઈ છે. પરંતુ તેઓ આ ઉંમરે પણ ખુબ જ સ્થિરતા ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવતા તુરંત તેમણે સોશ્યલ મીડિયા થકી લોકોને માહિતગાર કર્યા છે. વડાપ્રધાન મોદી પોતાની માતા હીરા બાના ખુબ જ નજીક છે અને જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે ત્યારે અવશ્ય હીરા બાને મળવા માટે પહોંચે છે. સાથે જ જન્મ દિવસે પણ તેઓ અચુક બા ને મળવા અવાય તેવો પ્રયાસ કરે છે જે ભારતીય અખબારોની હેડલાઈન પણ થઇ ચુકી છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top