Charchapatra

દેશમાં ભ્રષ્ટાચારનો વ્યાપ

દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષની 15મી ઓગસ્ટના દિલ્હીના લાલકિલ્લા પર પ્રવચન કરતા દેશવાસીઓને ભ્રષ્ટાચાર, સગાવાદ અને તૃષ્ટિકરણ સામે લડત લડવાની હાકલ કરી હતી. દેશમાં હવે જયારે સંસદીય ચૂંટણી જાહેર થયેલ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય મુદ્દે વિશેષત: ભ્રષ્ટાચાર બાબતે સવિશેષ ચિંતીત છે અને તેથી જ તાજેતરમાં મેરઠની ચૂંટણી સભામાં જણાવેલ હતું કે હું ભ્રષ્ટાચાર હટાવવા કહુ છું અને વિપક્ષ કહે છે કે ભ્રષ્ટાચારીઓને બચાવો. દેશના નીચેના ઘટનાક્રમો કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર સામેની લડાઇની પ્રતિબધ્ધતા સાબિત કરે છે.

સીબીઆઇએ જીટીઆઇએલ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને અને 13 બેન્ક અધિકારીઓના 4000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો લોન ફ્રોડ કેસ ઝડપીને કેસ કરેલ છે. કેન્દ્રીય વિજીલન્સ કમીશન દ્વારા જાહેર કરેલ આંકડા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના ભ્રષ્ટાચાર સામે વર્ષમાં એક લાખથી વધુ ફરિયાદો મળેલ છે. સીબીઆઇએ ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા કેન્દ્રની કોર્પોરેટ મિનીસ્ટ્રીના ચાર અધિકારીઓ (જેમાંનાબે જોઇન્ટ ડીરેકટરની કક્ષાના)ની ધરપકડ કરેલ છે. તામિલનાડુના ભૂ.પૂ. મુખ્યમંત્રી જયલલિતા પાસેથી તેઓના અવસાન બાદ 100 કરોડ રૂપિયા દંડ વસુલવામાં આવનાર છે.

ઝારખંડના કોંગ્રેસ સાંસદ ધીરજ શાહુને ત્યાં રેડ પાડી 400 કરોડ રૂપિયાની રોકડ મળેલ જેનો કેસ થયેલ છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રીપોર્ટ પ્રમાણે આપણા દેશનો ભ્રષ્ટાચારમાં વિશ્વના 85મા ક્રમાંકથી 93મા ક્રમે આગળ વધેલ છે ત્યારે સરકારોએ તેમજ નાગરિકોએ સચેત થવાની જરૂર છે.દેશ આ ભ્રષ્ટાચાર બાબતે સચેત છે તે નીચેના ઘટના ક્રમો પરથી પણ સાબિત થાય છે. સીબીઆઇનાહીરક મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબઆઇ ગમે તેવા શકિતશાળી ભ્રષ્ટાચારીને પણ છોડે નહી અને આકરી કાર્યવાહી કરે તેવુ સ્પષ્ટ જણાવેલ હતું.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમ્યાન જણાવેલ હતું કે લાલચના કારણે દેશમાં ભ્રષ્ટાચાર કેન્સરની જેમ વકરેલ છે તેથી દેશની બંધારણીય કોર્ટોએ ભ્રષ્ટાચાર બાબતે આકરી કાર્યવાહી કરે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2014 પહેલાના ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે કેન્દ્ર સરકારની મંજુરીની જરૂર નથી તેમજણાવેલ હતું. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે નિર્ણય આપતા જણાવેલ હતું કે ભ્રષ્ટાચારના કેસમાં સાંયોગિક પુરાવાને આધારે સરકારી કર્મચારીને દોષિત ઠેરવી શકાય.
અમદાવાદ                  – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top