Business

ભારતીય શેરબજાર પરથી મંદીના વાદળો હટ્યા, સોમવારે સેન્સેક્સ 400 અંકના ઉછાળા સાથે ખૂલ્યો

નવી દિલ્હી: ભારતીય શેર બજારએ (Stock market) સોમવારના ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજી (Profit) સાથે કરી હતી. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ ઝડપથી કારોબાર કરી રહ્યા હતા. તેમજ BSE સેન્સેક્સ (Sensex) 366 પોઈન્ટના વધારા સાથે 73,454 પોઈન્ટ પર અને NSE નિફ્ટી (Nifty) 126 પોઈન્ટના વધારા સાથે 22,273 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ વધારા સાથે ટ્રેડ કરી રહી હતી અને 317 પોઈન્ટ વધીને 47,895 પોઈન્ટ પર ટ્રેડ કરી રહી હતી.

સવારે 9:30 વાગ્યા સુધીના ટ્રેડિંગમાં NSE પર 1764 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 230 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી હતી. સેક્ટર મુજબ ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફિન સર્વિસ, ફાર્મા, રિયલ્ટી, મીડિયા, ઈન્ફ્રા, પીએસઈ સહિત લગભગ તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી.

લૂઝર્સ એન્ડ ગેઇનર્સ
સેન્સેક્સ પેકમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એલ એન્ડ ટી, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, ઈન્ફોસીસ, એચયુએલ, ટીસીએસ, એસબીઆઈ, રિલાયન્સનો સમાવેશ થાય છે. તેમજ ITC, JSW સ્ટીલ, ટાઇટન વગેરે કંપનીઓ પ્રોફીટ કરી રહી હતી. તેમજ HDFC બેંક, M&M અને NTPC ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

વૈશ્વિક બજારોમાં વધારો
આજના ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ જોવા મળ્યુ હતું. ટોક્યો, હોંગકોંગ, સિયોલ, તાઈપેઈ, બેંગકોકના બજારો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. જો કે શાંઘાઈ અને જકાર્તાના બજારોમાં મામૂલી દબાણ જોવા મળ્યુ હતું. છેલ્લા કેટલાક સત્રોથી કાચા તેલ પર દબાણ હતું અને તે આજે પણ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 86 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે અને WTI ક્રૂડ લગભગ એક ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 81 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.

સેન્સેક્સ શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઉછાળા સાથે અને 7 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. વધતા શેરોમાં, વિપ્રો 2.13 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.92 ટકા, ટેક મહિન્દ્રા 1.70 ટકા, એલએન્ડટી 1.64 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.57 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે એક્સિસ બેન્ક 1.53 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો. HCL ટેક 1.36 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી શેર:
નિફ્ટીના શેરના ચિત્ર પર નજર કરીએ તો 50 માંથી 44 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 6 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. બીપીસીએલ, એક્સિસ બેંક, વિપ્રો, એચસીએલ ટેક અને કોલ ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ ફાયદો જોવા મળ્યો હતો.

Most Popular

To Top