પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાક મરીન દ્વારા અપહરણ

રાજકોટ, તા.૧૮: કચ્છની જખૌ જળ સીમાએ ફિશીંગ કરતી પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાકિસ્તાનની મરીન સિકયુરીટીએ અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં ચિંતા વ્યાપી ગઇ છે. આ અપહરણ કરેલી આ ૨ બોટમાં નવસારી અને ગીર સોમનાથ જિલ્લાના
ખલાસીઓ છે.

કચ્છના જખૌ જળસીમાએ પાકિસ્તાનની મરીન સિકયુરીટી ત્રાટકીને આ સ્થળે ફિશીંગ કરતી પોરબંદરની જીજે૨૫એમએમ-૧૫૬૪ ‘રિધ્ધી-સિધ્ધી’ નામની અને રમેશભાઇ કરશનભાઇ કુહાડાની માલીકીની બોટ તેમજ બીજી બોટ જીજે૨૫એમએમ-૬૪૦ ‘શ્રી ગણેશ’ નામની અને નિકુંજ કનુભાઇ ટોદ્દારની માલીકીની બોટ એમ બંને બોટો સાથે ૧૧ ખલાસીઓ સાથે અપહરણ કરી ગયા હતાં.

કચ્છ જળસીમાએ એક વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ ફિશીંગ બોટ સાથે ૬૧ માછીમારોના પાકિસ્તાન ચાંચિયા અપહરણ કરી ગયા છે.

પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ થયેલી પોરબંદરની બન્ને બોટના લાયસન્સ અને ડીઝલ કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે તેમજ આ બોટમાં રહેલા ખલાસીઓના પરિવારજનોના જીવન નિર્વાહ માટે સરકારની યોજના મુજબ સહાય ચૂકવી આપવા કાર્યવાહી શરૂ કરી છે.

માછીમારોએ કચ્છ જળ સીમાએ ઓ-ફિશીંગ ઝોનમાં ફિશીંગ નહી કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે માછીમારોને અપીલ કરી છે.

Related Posts