SURAT

સુરતમાં શું બોલ્યા વડાપ્રધાન મોદી? વાંચો ફટાફટ

સુરત: આજે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PMModi Road Show In Surat) ભવ્ય રોડ શો યોજાઈ ગયો. વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા. રસ્તાની બંને તરફ લોકો એક સરખા ડ્રેસકોડમાં ઉમટ્યા હતા. ભગવા રંગથી લિંબાયત રંગાઈ ગયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના ભરપેટ વખાણ કરતા કહ્યું હતું કે, હજુ દેશમાં 3 P નો ફોર્મ્યુલા ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરે ઘણા વર્ષો પહેલાંથી વિકાસની રેસમાં 4-Pનું સૂત્ર અપનાવી લીધું છે. સુરત શહેરે વિકાસની દોડમાં અન્ય શહેરોને પાછળ છોડી દીધા છે.

સુરતના જમણના પણ વડાપ્રધાને પેટ ભરીને વખાણ કરતા કહ્યું કે, નવરાત્રિના ઉપવાસ ચાલે છે ત્યારે સુરત આવ્યો. સુરતની કચોરી પેટીસ નહીં ખાઈ શક્યાનો અફસોસ રહી જશે. વડાપ્રધાને સુરત મનપાના 3400 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા ઉપરાંત અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જે અહીં છે.

  • કેન્દ્ર સરકારે પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેકટની મંજૂરી આપી દીધી છે
  • સાયણમાં બનાવવાનું આયોજન છે મેગા પાવરલૂમ ડેવલપમેન્ટ ક્લસ્ટર.
  • પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેકટની મંજૂરીથી આધુનિક હાઈ સ્પીડ લૂમ્સનું પ્રદુષણ ઘટશે
  • સુરતથી ફેરી સર્વિસની સંખ્યા વધારાશે, કાયમી ટર્મિનલ બનતા હજીરાથી નવી ફેરી સર્વિસના રુટ મળશે
  • સુરતના કાપડના વેપારીઓનો માલ વારાણસી, બનારસ પહોંચાડવા સુરતથી ડાયરેકટ ટ્રેન દોડશે
  • ઇ વેહિકલ માટે 40 ચાર્જિગ સ્ટેશન ખુલ્લા મુક્યા, હજુ 500 સ્ટેશન ખુલશે
  • ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. 
  • વડાપ્રધાન મોદીએ શહેરમાં 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું 
  • રૂા.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાઇવર્સિટી પાર્ક
  • રૂા.324.66 કરોડના ખર્ચની ચાર જેટલી પાણીપુરવઠા યોજનાઓનાં અપગ્રેડેશનના કાર્યનું ખાતમુહૂર્ત
  • સિવિલ હોસ્પિટલમાં123.47 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
  • રૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • રૂા.52 લાખના ખર્ચે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’નું લોકાર્પણ થશે
  • રૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ કરાશે
  • ડબલ એન્જિનની સરકાર આ વિકાસને કારણે લોકોનો વિશ્વાસ વધે છે. 
  • સુરતમાં આવું અને જમણ વિના જવું એ થોડી અઘરું છે
  • શમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે. પરંતુ સુરત ચાર ‘P’નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહણ બન્યું છે
  • સુરત શ્રમનું સન્માન કરનાર શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે.
  • ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. એક પ્રકારે મિની ભારત છે.

Most Popular

To Top