Gujarat

વડાપ્રધાન મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, પીએમ સહિત ચાર ભાઈઓએ મુખાગ્નિ આપી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારનાં રોજ મોડી રાત્રે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ સતત તેઓની તબિયત સ્વસ્થ હોવાની માહિતીઓ મળી રહી હતી. જો કે શુકવારનાં રોજ વહેલી સવારે 3.30 કલાકે માતા હીરાબાનું નિધન થયું હતું. માતાના નિધનની જાણ થતા જ વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા.

પી.એમ મોદીએ માતાને કાંધ આપી
માતા હિરાબાનાં નિધનના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તેમજ પી.એમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. વહેલી સવારે તેઓ સીધા જ રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા. તેઓએ માતાના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર તેઓને શ્રધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સહિત તેમનાં ચારેય ભાઈઓએ માતાને કાંધ આપી તેમને અંતિમસંસ્કાર માટે લઈ ગયા હતાં. શંકર સિંહ વાઘેલા મોદી પરિવાર સાથે સ્મશાન પહોંચ્યા હતા.

પંચતત્વોમાં વિલીન થયા હીરા બા
પીએમ મોદી માતાનાં પાર્થિવ દેહ સાથે શબવાહીનીમાં બેસીને સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. જ્યાં હીરાબાની તમામ અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પીએમ મોદી અને તેમના ભાઈઓએ હીરા બાને મુખાગ્ની આપી હતી. પીએમ મોદીના માતા હીરાબાના અંતિમસંસ્કાર સેક્ટર 30 સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

હીરાબાના નિધનનાં સમાચાર ખુદ પી.એમએ ટ્વીટ કરી આપ્યા
માતા હીરાબાનાં નિધનની જાણ થતા પી.એમ મોદીએ ટ્વીટ કરી આ સમાચાર આપ્યા હતા. તેમજ શ્રદ્ધાંજલિ આપતા માતા હીરાબા વિશે લખ્યું હતું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

હોસ્પિટલ તરફથી કરવામાં આવી સત્તાવાર જાહેરાત
હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, “હીરાબેન મોદીનું 30 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.” વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને તેમના અંતિમ દિવસો વિતાવ્યા હતા. અહીં હોસ્પિટલ. માતાને મળી હતી. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યો. હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
હીરાબા નિધનનાં પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ કરી લખ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. ઉલ્લેખનીય છે કે માતા હીરાબાને જ્યારથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી સી.એમ પણ તેઓની તબિયતની જાણકારી લઇ રહ્યા હતા. તેઓ બે વખત માતા હીરાબાને મળવા માટે હોસ્પિટલ ગયા હતા.

હીરાબાએ આ વર્ષે ઉજવ્યો હતો 100મો જન્મદિવસ
હીરાબાની ઉંમર 100 વર્ષ હતી. આ વર્ષે જૂનમાં તેઓએ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. એ દિવસે પીએમ મોદીએ તેમના પગ ધોયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. હાલમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ પીએમ મોદી હીરાબાને મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર તેમના માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ માતાના ઘરે લગભગ 45 મિનિટ વિતાવી હતી.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

મનીષ સિસોદિયાએ શોક વ્યક્ત કર્યો હતો
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પીએમ મોદીની માતા હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, પીએમની માતા હીરા બાના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે.

Most Popular

To Top