National

PM મોદીએ સંદેશખાલીની પીડિતા ભાજપની ઉમેદવાર રેખા પાત્રા સાથે વાત કરી: શક્તિ સ્વરૂપા ગણાવી

નવી દિલ્હીઃ (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સંદેશખાલીની પીડિતા અને બસીરહાટથી બીજેપી ઉમેદવાર રેખા પાત્રાને (Rekha Patra) ફોન કર્યો હતો. રેખા પાત્રા સાથે ફોન પર વાત કરતી વખતે તેઓએ તેણીને શક્તિ સ્વરૂપા ગણાવી હતી. પીએમ મોદીએ તેમની સાથે ચૂંટણી પ્રચારની તૈયારીઓ અને લોકોમાં ભાજપને સમર્થન અને અન્ય મુદ્દાઓ વિશે વાત કરી. રેખા પાત્રાએ સંદેશખાલીમાં મહિલાઓની સમસ્યાઓ વિશે પીએમ મોદીને જણાવ્યું હતું.

રેખા પાત્રા બસીરહાટથી ભાજપના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ પશ્ચિમ બંગાળ માટે પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સંદેશખાલીના પીડિતોમાંથી એક રેખા પાત્રાને ઉમેદવાર બનાવ્યા હતા. ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ દ્વારા કથિત રીતે જાતીય શોષણનો ભોગ બનેલા પાત્રાને બસીરહાટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સંદેશખાલીના વિરોધીઓમાં પાત્રા સૌથી વધુ અવાજ ઉઠાવી રહ્યા છે. પાત્રા એ જૂથનો પણ ભાગ હોવાનું માનવામાં આવે છે જેણે 6 માર્ચે બારાસાતમાં મોદીની જાહેર સભાની સ્થળે તેમને મળ્યા હતા અને સંદેશખાલીની મહિલાઓની દુર્દશા વિશે વડા પ્રધાનને જાણ કરી હતી.

પીએમ મોદીએ શું વાત કરી?
પીએમ મોદીએ રેખા પાત્રાને કહ્યું- ‘તમે એક મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છો… તમને કેવું લાગે છે?’ આના પર રેખા પાત્રાએ કહ્યું – ‘સારું લાગે છે… તમારો હાથ અમારા માથા પર છે…’ આના પર પીએમ મોદીએ કહ્યું કે માતાઓ અને બહેનોના હાથ અમારા માથા પર છે. હું જાણું છું કે તમે બંગાળના પ્રતિકૂળ રાજકીય સંજોગોમાં પ્રચાર કરી રહ્યા છો. મારે જાણવું છે કે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે તમને કેવું લાગ્યું? આ અંગે રેખા પાત્રાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે માતાઓ અને બહેનો સંદેશખાલીમાં ખુલ્લેઆમ મતદાન કરે. 2011થી અહીંના લોકોને મતદાન કરતા અટકાવવામાં આવ્યા છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે તમારી વાત ચોક્કસપણે ચૂંટણી પંચ સુધી પહોંચશે અને પંચ તમારી વાત સાંભળશે. લોકો નિષ્પક્ષપણે અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન કરી શકશે.

Most Popular

To Top