SURAT

સુરતનાં હજીરા ખાતે સ્ટીલ કંપનીનાં પ્લાન્ટનું પી.એમ મોદીએ ખાતમુહૂર્ત કર્યું

સુરતઃ સુરત(Surat)ના હજીરા(Hajira) સ્થિત આર્સેલર મિત્તલ(Arcelor Mittal), નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમીટેડના પ્લાન્ટના 60,000 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)ના હસ્તે ડિજિટલ માધ્યમથી ઈ- ખાતમુહૂર્ત(E- Khatmuhurta) કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજીરા ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. AMNS ના હજીરા સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા હાલ વાર્ષિક 9 મિલિયન મેટ્રીક ટન છે, જે પ્લાન્ટના વિસ્તૃતિકરણથી વધીને 15 મિલિયન મેટ્રીક ટન થઈ જશે, ઉપરાંત નવી 60 હજાર જેટલા લોકો માટે રોજગારીઓનું સર્જન થશે.

  • હજીરા પ્લાન્ટ અગ્રણી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે:મુખ્યમંત્રી
  • AMNSના હજીરા સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક ૯ મિલિયન મેટ્રિક ટનથી વધીને ૧૫ મિલિયન મેટ્રિક ટન થઈ જશેઃ પી.એમ મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલનું આ રોકાણ ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા, વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવાની તેની ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, સ્ટીલ સેક્ટર મજબુત થવાથી ઈન્ફાકટ્રકચર, કન્ટ્રકશન, ડિફેન્સ, કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ સેકટરનો વિકાસ પણ તેજ ગતિથી આગળ વધે છે. આ પ્રોજેક્ટએ મેક ઈન ઈન્ડિયાના વિઝન માટે મીલનો પથ્થર સાબિત થશે. આત્મ નિર્ભર ભારતને નવી તાકાત આપે છે. સ્ટીલ પ્લાન્ટથી સાથે નવી ટેક્નોલોજી પણ આવી રહી છે જેનાથી ઈલેકટ્રીક સેક્ટર, ઓટો સેકટરને મદદરૂપ બનશે.

ગુજરાતની નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસીએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે મહત્વની સાબિત થશે: પી.એમ મોદી
પી.એમ મોદીએ જણાવ્યું હતું કે, 60,000 કરોડના રોકાણથી દેશના અને ગુજરાતના યુવાઓ માટે રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે. AMNSના હજીરા સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટનથી વધીને 15 મિલિયન મેટ્રિક ટન થઈ જશે. આ પ્રોજેક્ટ વિકસીત ભારતને નવી તાકાત અને ઉંચાઈઓ સુધી લઇ જશે. પાછલા વર્ષોમાં સરકારના સકારાત્મક પ્રયાસોના પરિણામે ભારતની સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝએ દુનિયાની બીજા નંબરની સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ બની છે. જેમાં સરકારની પી. એલ. આઈ. સ્કીમના કારણે સ્ટીલક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. હાઈ ગ્રેડ સ્ટીલના ઉત્પાદન વધારવા તથા આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે મહત્વનો ફાળો આપ્યો છે. આગામી દાયકામાં ક્રુડ સ્ટીલનું ઉત્પાદન 300 મિલીયન ટન થાય તેવા લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતની નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસીએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે મહત્વની સાબિત થશે. સ્ટીલના ઉત્પાદન માટે પર્યાવરણ ફ્રેન્ડલી ટેકનોલોજીને બળ આપીને કાર્બન ઉત્સર્જન ઓછુ થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.

Most Popular

To Top