Gujarat

પીએમએ અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું કર્યું ઉદ્ધાટન, કહ્યું આપણા સમાજનો સ્વભાવ છે કે કોઇને નડવુ નહીં

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસીય ગુજરાતની મુલાકાતે પીએમ મોદી આજે 4 જિલ્લાઓની મુલાકાત લેશે. તેઓ ગુજરાતના વિકાસ માટે વિવિધ કામોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ભરૂચ (Bharuch), આણંદ (Anand) બાદ અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. PM નરેન્દ્ર મોદી અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. શૈક્ષણિક સંકુલમાં હોસ્ટેલના પ્રથમ ફેઝનું પણ ઉદ્ઘાટન કર્યું છે અને ફેઝ 2 અને ફેઝ 3નું PMના હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું.

400થી વધુ વિદ્યાર્થીઓ સુવિધા સાથે રહી શકશે
વડાપ્રધાન મોદીએ અમદાવાદના છારોડી ખાતે મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું છે. તેમણે હોસ્ટેલ બિલ્ડિંગ પણ ખુલ્લું મુક્યું છે. પીએમ મોદીએ 20 કરોડના ખર્ચે તૈયાર થયેલા મોદી સંકુલનું ઉદ્ધાટન કર્યું છે. તમને જણાવી દઈએ કે મોદી સમાજ દ્વારા 12 માળનુું સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 116 રૂમ છે અને 400થી વધુ વિદ્યાર્થીઓના રહેવા અને ખાવા-પીવાની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ સંકુલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ છે.

મોદી સંકુલના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ સભાનું સંબોધન કર્યું હતું. તેમણે સભા સંબોધતા જણાવ્યુ કહ્યું હતું કે ભાગ્યે જ એવું બન્યુ હશે કે આ સમાજ ક્યારે કોઈને નડ્યો હશે. આપણા સમાજમાં પોતાની રીતે આગળ આવનારા લોકો છે. તેમણે કહ્યું કે મારા માટે સમાજના આશિર્વાદ લેવા એ ઘણી મોટી વાત છે. મારે વ્યક્તિગત રીતે સમાજનો આભાર માનવો છે. વધુમાં તેમણે કહ્યું કે આ સમાજનો એક દીકોર સૌથી લાંબો સમય સીએમ બન્યો છે. અને આ સમાજના દીકરાને બીજી વખત પીએમ બનાવ્યા છે છતાં આ સમાજનો એકપણ વ્યક્તિ કોઈ કામ લઇને આવ્યો નથી.

તેમણે મોદી સમાજના વખાણ કરતા કહ્યું કે આ સમાજ સંસ્કારી સમાજ છે, વધુમાં તેમણે કહ્યું કે મારે આ સમાજનું ઋણ ચૂકવવું છે તેથી આજે હું આ સમાજને સલામ કરું છું. આ સમાજને આદરપૂર્વક વંદન કરું છું. અમે ક્યારે કોઈને નડ્યા નથી. આટલા વર્ષોમાં સમાજનો એક પણ વ્યક્તિ મારી પાસે કામ લઈને આવ્યો નથી. વધુમાં તેમણે કહ્યું કે આપણા સમાજમાં પોતાની મેળે આગળ વધનારા લોકો છે. મને ખુશી છે કે બધા ભેગા મળીને ચિંતા કરે છે.

મોદી શિક્ષણ સંકુલ
પ્રધાનમંત્રી મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. એસજી હાઈવે પર છારોડી ગુરૂકૂલની પાસે 6000 ચોરસવાર જગ્યા પર 20 કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જામનગરની પણ મુલાકાત લેશે પીએમ મોદી
અમદાવાદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેશે. જ્યાં તેઓ પ્રદર્શન મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. પીએમ મોદી જામનગર જિલ્લાને અંદાજે રૂપિયા 1500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન 9 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Most Popular

To Top