National

G-20ની અધ્યક્ષતા તમામ નાગરિકો માટે ગર્વની બાબત: મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે કહ્યું હતું કે ભારતની અધ્યક્ષતામાં જી-20 શિખર સંમેલનનું (G-20 Summit) આયોજન થવું તે દરેક નાગરિક માટે ગર્વનો વિષય છે અને તે ભારતીયતા અને તેની સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાની કરવાની અપેક્ષા છે. દેશભરથી આવેલા ભાજપ નેતાઓની બેઠકમાં સંબોધન કરતા મોદીએ સાથે પક્ષના સભ્યોને સીમાના ગામડાઓ સાથે સીધો સંપર્ક જાળવી રાખવા અને તે સ્થાનોને મુલાકાતીઓ આકર્ષાય તે રીતે વિકસીત કરવામાં આવે.ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ અને કોવિડ મહામારી જેવા વૈશ્વિક પડકારો વચ્ચે દેશ એક આર્થિક શક્તિ તરીકે ઉભરીને આવ્યું છે તેની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે.

જી-20 શિખર સંમેલનનું આયોજન થવું તે દરેક નાગરિક માટે ગર્વનો વિષય
આ સાથે જ તેમણે ‘કાશી તમિલ સંગમમ’ની પ્રશંસા કરી હતી જે એક મહિનો સુધી ચાલનારો કાર્યક્રમ છે અને અત્યારે વારાણસીમાં ચાલી રહ્યો છે તેમાં બંને સ્થળો વચ્ચે પ્રાચીન સમયના સાંસ્કૃતિક જોડાણને ઉજવવામાં આવી રહ્યું છે.
મોદીએ કહ્યું હતું કે કાશીમાં (વારાણસી) જોવામાં આવ્યું તેમ સાંસ્કૃતિક આપ-લે માટે સ્નેહ મિલન કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવા જોઈએ.રાજનાથ સિંહે જણાવ્યું હતું કે બે દિવસની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે સાથે જ રાજ્યોની આવનારી ચૂંટણી પર ચર્ચા કરાશે.ત્રિપુરા, છત્તીસગઢ સિવાય મહત્વપૂર્ણ ગણાતા અમુક રાજ્યો જેમ કે કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં લોકસભા પહેલાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

સપ્ટેમ્બરમાં મહત્વનું જી-20 શિખર સંમેલન થશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં તમામ પક્ષોની બેઠક કરી હતી જેમાં આવતા વર્ષના જી-20 શિખર સંમેલન માટે સલાહ માગવામાં આવી હતી.પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, સિક્કિમના પ્રેમ સિંહ તમાંગ અને મહારાષ્ટ્રના એકનાથ શિંદેએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડી, તમિલનાડુના એમ કે સ્ટાલિન, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડા, સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ મહાસચિવ ડી રાજા, તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

જી-20 નેતાઓનું શિખર સંમેલન જેમાં સભ્ય દેશોના વડાઓ ભાગ લેશે
કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહ, નાણા પ્રધાન નિર્મળા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં.બેઠકમાં ભારતની જી-20ની અધ્યક્ષતા દરમિયાન સરકાર દ્વારા બનાવેલી કાર્યક્રમોની યોજના અંગે વિદેશ મંત્રાલય રજૂઆત કરવાનું હતું.ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરના રોજ ભારતે સત્તાવાર રીતે જી-20ની અધ્યક્ષા પ્રાપ્ત કરી હતી.એવી અપેક્ષા છે કે ભારત 200થી વધુ પ્રારંભિક બેઠકો આયોજિત કરશે જે આ મહિનામાં શરૂ થશે. આગામી જી-20 નેતાઓનું શિખર સંમેલન જેમાં સભ્ય દેશોના વડાઓ ભાગ લેશે તે આવતા વર્ષે 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત કરાશે.જી-20 અથવા ગ્રુપ ઓફ 20 વિશ્વના મોટા વિકસિત અને વિકાસશીલ દેશોનું મંચ છે. જેમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીયન યુનિયન સામેલ છે.

Most Popular

To Top