Dakshin Gujarat

તાતીથૈયાની મિલમાં જેટ મશીનનું ઢાંકણ ફાટતાં ત્રણ કામદાર દાઝ્યા, બેનાં મોત

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સમ્રાટ વેલ્વેટ નામની મીલમાં (Mill) ગત મોડી રાત્રે જેટ મશીનનું (Jet Machine) ઢાંકણ ફાટતાં ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી (Burnt) ગયા હતા. જે પૈકી બેના મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

  • તાતીથૈયાની મિલમાં જેટ મશીનનું ઢાંકણ ફાટતાં ત્રણ કામદાર દાઝ્યા, બેનાં મોત
  • સ્વામિનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત સમ્રાટ મીલમાં જેટ મશીનનું ઢાંકણ ફાટતાંની સાથે જ ગરમગરમ પાણી ઉડતાં નજીકમાં કામ કરતાં જીતેન્દ્ર ચમારનું સ્થળ પર જ મોત, જ્યારે દાનસિંહ ગોડનું સ્મીમેરમાં મોત

આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સમ્રાટ વેલ્વેટ નામની મીલમાં મોડી રાત્રે કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જેટ મશીનનું ઢાંકણ ધડાકાભેર ફાટયું હતું. મોટો ધડાકો થતાં આખી મીલમાં અફરા તફરી ફેલાઈ ગઈ હતી. જેટ મશીનમાંથી ગરમ પાણી ઉડતા નજીકમાં કામ કરી રહેલા જીતેન્દ્ર હરિશ્ચંદ્ર ચમાર (ઉ.વ.24, રહે., આશીર્વાદ પેલેસ, તાતીથૈયા, તા. પલસાણા), દાનસિંગ વિજયસિંહ ગોડ (ઉ.વ.24, રહે., આશીર્વાદ પેલેસ, તાતીથૈયા, તા. પલસાણા) અને અંકિત છૈદી યાદવ ગંભીર રીતે દાઝી ગયા હતા.

જીતેન્દ્ર હરિશ્ચંદ્ર ચમારનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે દાનસિંગ અને અંકિતને તાત્કાલિક ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન દાનસિંગનું મોત થયું હતું. જ્યારે અંકિતની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘટના અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top