Vadodara

વડોદરામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલી મહિલા પર દુષ્કર્મ ગુજારનાર રીક્ષા ચાલકની ધરપકડ

સાયબર ઠગોએ ખાતામાંથી રૂપિયા 47 હજાર કાઢી લીધા હતા, મહિલાએ મદદ માંગતા રીક્ષા ચાલકે દાનત બગાડી

રિક્ષામાં બેસાડી એક હોટલમાં લઇ ગયો પરંતુ બંધ દાદરમાં જ શરીર સંબંધ બાંધ્યો

પ્રતિનિધિ વડોદરા તા.22

સાયબર સાયબર ક્રાઇમનો ભોગ બનેલી 39 વર્ષીય મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી ગોત્રીના રિક્ષા ચાલકે મદદ કરવાના બહાને એક હોટલમાં લઈ ગયો હતો. પરંતુ હોટલ બંધ હોય ત્યાંના દાદર પર જ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ સયાજીગંજ ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ ગુજારનાર નરાધમને ક્રાઇમ બ્રાન્ચે જામ્બુઆ બ્રિજ પાસે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સાયજીગંજ પોલીસને સુપ્રત કરાયો હતો.

 શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહેતી હું રાજસ્થાનની 39 વર્ષીય મહિલાને ઓનલાઈન એક લીંક આવી હતી. જે લિંક પર તેમણે ક્લિક કરતા ખાતામાંથી 47 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. જેથી મહિલાએ સાયબર ક્રાઈમના ટોલ ફ્રી નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે બપોરે એક વાગ્યાની આસપાસ મહિલા સયાજીગંજ વિસ્તારમાં આવી હતી અને બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે રેસકોર્ષની બેન્કમાં જવાનું હતું. પરંતુ મહિલા સાથે રૂપિયા ન હોય રેલવે સ્ટેશન પાસે ઉભી હતી દરમિયાન એક રીક્ષા ચાલક તેની પાસે આવતા મહિલાએ તેની પરિસ્થિતિ વિશે રીક્ષા ચાલકને જણાવ્યું હતું. રીક્ષા ચાલકે મહિલા એકલી હોય તેની મજબૂરીનો લાભ લઈ તેની સાથે કામ કરવાનો કીડો સળવળ્યો હતો. જેથી ચાલકે મહિલાને મદદ કરવા માટે આશ્વાસન આપ્યું હતું અને રિક્ષામાં બેસાડી સયાજીગંજ વિસ્તારમાં આવેલી વસંત કુટીરમાં લઇ ગયો હતો. ગોલ્ડન લીફ નામની હોટલ બંધ હોવાના કારણે રિક્ષા ચાલકે વસંત કુટીરના દાદર પર જ મહિલા સાથે દુષ્કર્મ આચાર્યું હતું. ત્યારબાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગભરાઈ ગયેલી મહિલાએ 181 અભયમ નો સંપર્ક કરતા તુરંત ટીમની મેમ્બર સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ નોંધાવડાવી હતી. જેથી સયાજીગંજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવીમાં કંડારાયેલા રીક્ષાના નંબર, ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના  આધારે મહિલા પર દુષ્કર્મ ગુજારનાર ચાલક હાર્દિક સુભાષ ત્રિવેદી (રહે. દાદુનગર તરસાલી મૂળ ગોત્રી દિન દયાળ નગર)ને ક્રાઈમ બ્રાન્ચે જામ્બુઆ બ્રિજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

સયાજીગંજ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો આરોપીને શોધવા કામ લાગી હતી

ક્રાઈમ બ્રાન્ચ સહિત સયાજીગંજ પોલીસની ટીમો બળાત્કારી રીક્ષા ચાલકને શોધવા અલગ અલગ વિસ્તારમાં ફરી રહી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રીક્ષા ચાલક જાંબુઆ વિસ્તારમાં છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાર્દિક ત્રિવેદીને દબોચી લીધો હતો.

પોલીસ દ્વારા ભોગ બનનાર મહિલાનું મેડિકલ કરાવાયું

સયાજીગંજ વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિરોધ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું.જ્યારે મહિલાનું 164 મુજબનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીનું પણ મેડિકલ કરવાની તજવીજ હાથ ધરાશે.

મહિલાની એકલતાનો લાભ લઇને  આરોપી હાર્દિક સુભાષ ત્રિવેદી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેની સામે અગાઉ રાવપુરા, લક્ષ્મીપુરા, ગોરવા, વડોદરા તાલુકાના, વડોદરા રેલવે સ્ટેશન તથા વાપી ટાઉન તથા રેલવે સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે.

Most Popular

To Top