SURAT

પલસાણામાં ટેન્કરે કારને 500 મીટર સુધી ઢસડી, ટેન્કરની બ્રેક જ ન લાગી.. વીડિયો આવ્યો સામે

સુરત: સુરતના (Surat) પલસાણા (Palsana) નેશનલ હાઈવે (National Highway) પર એક મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઈકને ટક્કર માર્યા બાદ એક કારને (Car) અંદાજે 500 મીટર સુધી ઢસડી ગયો હતો. જેનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે ટેન્કરમાં બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે બીજી તરફ આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે ટેન્કર ચાલક અને કાર ચાલક વચ્ચે સમાધાન થઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર પલસાણા નેશનલ હાઈવે પર એક ટેન્કરે મોટો અકસ્માત સર્જાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મિનીટના આ વાઈરલ વીડિયોમાં એક ટેન્કર ચાલક ફોર વ્હિલ કારને ઢસડીને લઈને જતો દેખાઈ રહ્યો છે આ સાથે જ તે એક બાઈકને પણ ટક્કર મારે છે. આ વીડિયો વાયરલ થતા સુરત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પલસાણા PI અજિતસિંહ ચાવડાએ વાયરલ વીડિયોની તપાસ કરી કાર ચાલકને પોલીસ મથકે લાવ્યા હતા. ત્યારે આ અકસ્માત અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલક ગત રવિવારના રોજ મોડી સાંજે 6 :30 વાગ્યાના અરસામાં મુંબઈ અમદાવાદ ને.હા.48 પર પલસાણા ખાતે આવેલ ડિસન્ટ હોટલ પરથી હાઈવેના સર્વિસ રોડ પર આવી રહ્યા હતા. ત્યારે પલસાણા તરફથી કડોદરા તરફ સર્વિસ રોડ પર જતા એક ટેન્કર ચાલકે કારને અડફેટે લીધી હતી. જો કે ટેન્કરની ઓછી સ્પીડ હોવાના કારણે આગળના ભાગે કાર ચોંટી ગઈ હતી. કાર સાથે સામાન્ય ટક્કર થતા ટેન્કર ચાલક ગભરાય ગયો હતા અને તેણે બ્રેક મારવાના ઘણા પ્રયત્નો કર્યો હતા. જો કે બ્રેક ન લાગતા ટેન્કર ચાલક અંદાજીત 500 મીટર સુધી આ કારને ઢસડી ગયો હતો.

માહિતી પ્રમાણે એક મોટરસાઇકલ ચાલકને ટેન્કરે ટક્કર મારતા મોટરસાયક ચાલક પડી ગયો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ ટેન્કર કાર સાથે અથડાઈ ગઈ હતી અને તેને 500 મીટર સુધી ઢસડી ગઈ હતી. જોકે વારંવાર બ્રેક લગાવવા છતાં પણ બ્રેક ન લાગતા ટેન્કર ચાલકે અંતે ડિવાઇડર સાથે ટેન્કર દબાવી દેતા થોભી હતી. અકસ્માતમાં કાર ચાલકને નહિવત ઇજાઓ થઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલકે કાર ચાલકને નુકસાનીના રૂપિયા ચૂકવાની બાયંધરી આપતા બન્નેએ સમાધાન કર્યું હતુ. જેથી કાર ચાલકે પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યું હતુ.

Most Popular

To Top