World

અનવર ઉલ હક બનશે પાકિસ્તાનના વચગાળાના PM, શાહબાઝ શરીફના રાજીનામા બાદ નિર્ણય લેવાયો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર પીએમ શહેબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા (એનએ) રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને વચગાળાના વડા પ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ મોકલી છે.

આ પહેલા રિયાઝે વડાપ્રધાનના આવાસની બહાર આ વાતની પુષ્ટિ કરી હતી. શાહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે વચગાળાના વડાપ્રધાનના નામનો નિર્ણય શનિવાર સુધીમાં થઈ જશે. અને રાષ્ટ્રપતિએ તેમને અને વિપક્ષના નેતા (રાજા રિયાઝ)ને 12 ઓગસ્ટ સુધીમાં વચગાળાના વડા પ્રધાન માટે નામ સૂચવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. શરીફે કહ્યું હતું કે તે અને રાજા રિયાઝ શનિવાર સુધીમાં નામ ફાઈનલ કરશે. છેલ્લો નિર્ણય લેતા પહેલા ગઠબંધન ભાગીદારોને આ બાબતે વિશ્વાસમાં લેવામાં આવશે.

શેહબાઝ શરીફ અને રિયાઝ બંનેને લખેલા પત્રમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ જણાવ્યું કે કલમ 224A હેઠળ તેમણે નેશનલ એસેમ્બલીના વિસર્જનના ત્રણ દિવસની અંદર વચગાળાના વડા પ્રધાન માટે નામનો પ્રસ્તાવ મૂકવો પડશે. રાષ્ટ્રપતિ અલ્વીએ પત્રમાં કહ્યું છે કે પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 224(1A)માં જોગવાઈ મુજબ વડાપ્રધાન અને વિપક્ષના નેતા 12 ઓગસ્ટ પહેલા વચગાળાના વડાપ્રધાનની નિમણૂક માટે યોગ્ય વ્યક્તિનો પ્રસ્તાવ મૂકી શકે છે.

રાષ્ટ્રપતિના પત્ર પર પ્રતિક્રિયા આપતા શરીફે કહ્યું સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી વચગાળાના વડા પ્રધાનની નિમણૂક કરવા માટે બંધારણમાં આઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે. બંધારણ મુજબ, વડા પ્રધાન અને નેશનલ એસેમ્બલીમાં આઉટગોઇંગ વિપક્ષી નેતા પાસે વચગાળાના વડા પ્રધાન વિશે નિર્ણય લેવા માટે ત્રણ દિવસનો સમય છે. જો બંને કોઈ નામ પર સહમત ન થઈ શકે તો મામલો સંસદીય સમિતિને મોકલવામાં આવશે. જો સમિતિ નિર્ણય લેવામાં નિષ્ફળ જાય, તો પાકિસ્તાનના ચૂંટણી પંચ પાસે કમિશન સાથે શેર કરાયેલા નામોની યાદીમાંથી વચગાળાના વડા પ્રધાનની પસંદગી કરવા માટે બે દિવસનો સમય હશે.

Most Popular

To Top