World

ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીને સફેદ ચાદરોની વચ્ચે છુપાવીને કોર્ટમાં હાજર કરાઈ

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) રહસ્યમય પત્ની બુશરા બીબીને લાહોર હાઈકોર્ટે (High Court) જામીન આપી દીધા છે. હાઈકોર્ટે બુશરા બીબીને 23 મે સુધીના જામીન આપ્યા છે. આ પહેલા બુશરા બીબી (Bushra Bibi) તેના પતિ ઈમરાન ખાન સાથે અલ કાદિર કેસમાં હાઈકોર્ટ પહોંચી હતી. પોતાને ઝિંદા પીર કહેવડાવનાર બુશરા બીબીને લાહોર હાઈકોર્ટમાં સફેદ ચાદરોની વચ્ચે છુપાવીને રજૂ કરવામાં આવી હતી. આ ઢોંગને લઈને સોશિયલ મીડિયામાં ઘણી મજાક ઉડી રહી છે.

બુશરા બીબી અને ઈમરાન ખાનના લગ્ન હંમેશા વિવાદોમાં રહ્યા છે. તાજેતરમાં જ લગ્ન કરનાર મૌલાનાએ ખુલાસો કર્યો હતો કે બુશરા બીબીએ ઈસ્લામિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈદ્દતની મુદત પૂરી કર્યા વિના ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ સમગ્ર મામલાને કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. લગ્ન પહેલા બુશરાએ દાવો કર્યો હતો કે જો ઈમરાન તેની સાથે લગ્ન કરશે તો તે વડાપ્રધાન બનશે. આ તરફ ઇમરાન ખાનને તેમની પત્નીની ધરપકડનો પર ડર સતાવી રહ્યો છે. ઈમરાન ખાને દાવો કર્યો છે કે બુશરા બીબીની ધરપકડ કરીને તેમને નીચું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનના શાસક ગઠબંધનમાં એક ઇસ્લામવાદી પક્ષે સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ઘણા કેસોમાં કથિત રીતે “રાહત” આપવા બદલ સુપ્રીમ કોર્ટ સહિત દેશની ન્યાયતંત્ર સામે વિરોધ કર્યો હતો. ‘ડોન ન્યૂઝ’ એ અહેવાલ આપ્યો છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કલમ 144 લાગુ હોવા છતાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના કાર્યકરો અને સમર્થકો સહિત ઘણા વિરોધીઓ ‘રેડ ઝોન’માં પ્રવેશ્યા હતા.

PDMએ ઈમરાન વિરુદ્ધ મોરચો ખોલ્યો
પાકિસ્તાનના 13 રાજકીય પક્ષોના શાસક ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના વડા મૌલાના ફઝલુર રહેમાને ભૂતપૂર્વ વડા પ્રધાનને કથિત ન્યાયિક સમર્થન સામે વિરોધ કરવા સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ધરણા કરવાની જાહેરાત કરી હતી. કરશે. સ્થાનીય ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર PDM કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટના ગેટની બહાર પહોંચ્યા હતા પરંતુ સ્થિતિ શાંતિપૂર્ણ છે.

બીજી તરફ ઇમરાન ખાને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની બહાર જેયુઆઈ-એફના નાટકનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાનના ચીફ જસ્ટિસને ડરાવવાનો છે જેથી તેઓ બંધારણ મુજબ નિર્ણય ન લે. જણાવી દઈએ કે ખાનની ધરપકડ બાદ મંગળવારે સમગ્ર પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો શરૂ થયા હતા જે શુક્રવાર સુધી ચાલુ રહ્યા. આ પ્રદર્શનોમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ડઝનેક સૈન્ય અને સરકારી સંસ્થાઓને નુકસાન થયું હતું.

Most Popular

To Top