Dakshin Gujarat

લગ્ન પ્રસંગમાં જઈ રહેલા મિત્રોની બાઈકને કારે જોરદાર ટક્કર મારતા એક મિત્રનું ઘટના સ્થળે મોત

વાંસદા: (Vasda) લગ્ન (Marriage) પ્રસંગમાં જઈ રહેલા મિત્રોની (Friends) બે બાઈકને (Bke) વાંસદાના રાણી ફળિયા ગામે હાઇવે પર એક ફોરવ્હિલરે પાછળથી ટક્કર મારતાં એકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. અન્ય મિત્રો ઘાયલ થતાં હોસ્પિટલ (Hospital) લઈ જવાયા હતા. દુર્ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે પહોંચી પોલીસે કાર (Car) ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • બે બાઈક અને કાર અકસ્માત માં એકનું ઘટના સ્થળેજ મોત, અન્ય સારવાર હેઠળ
  • લગ્ન પ્રસંગમાં જઈ રહેલા મિત્રોની બે બાઈકને વાંસદાના રાણી ફળિયા ગામે હાઇવે પર નડ્યો અકસ્માત
  • કાવેરી નદીના પુલ પાસે ઉભેલા બંને બાઈક ચાલકોને પૂરપાટ આવતી ઇન્ડિકા કારે જોરદાર ટક્કર મારી હતી
  • ગામના સરપંચ બાબુ પટેલ અને વાંસદા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફોરવ્હીલર ચાલકની ધરપકડ કરી

વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે સારિયા ફળિયા પુલ પાસે વાંસદા – ધરમપુર રોડ ઉપર રાત્રિના આશરે સાડા દસેક વાગ્યાના સમયે મો.સા. નંબર GJ 21 DA 7893 નો ચાલક રામુભાઈ પાડવી (ઉં.વ. 23 રહે. અંકલાછ) અને તેની પાછળ બેસેલા હરસ્મિત તથા બીજી એક મો.સા. નં. GJ15AR2623 પર સવાર કૌશિક, વિશાલ અને દેવર્ષ યોગેશભાઈ પટેલ (રહે. વાંસિયા તળાવ) મોટર સાયકલ પર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન રાણીફળિયા ગામે આવેલી કાવેરી નદીના પુલ પાસે આ બંને બાઇક ઉભી રાખી હતી. આ દરમિયાન ધરમપુરથી આવતી કાર નંબર GJ 21AH 0356 નો ચાલક ધર્મેન્દ્રસિંહ રાજપુત (રહે. હનુમાનબારી તા. વાંસદા)એ પોતાનીકાર પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી આ બંને ઉભેલી મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં દેવર્સ યોગેશભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોતની નિપજ્યું હતું. જ્યારે રામુ પાડવીને સામાન્ય ઇજા થતા સારવાર બાદ રજા આપી દેવાય હતી. જ્યારે કૌશિક અને વિશાલને હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. અકસ્માતની જાણ થતાં જ ગામના સરપંચ બાબુ પટેલ અને વાંસદા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફોરવ્હીલર ચાલકની ધરપકડ કરી હતી. આ સમગ્ર બનાવ અંગે રામુભાઈ પાડવીએ વાંસદા પોલીસ મથકે કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top