Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : બે વર્ષ બાદ નવરાત્રી ઉત્સવની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના કુંભારો અને માટીના ગરબા અને ગરબી બનાવતા કલાકારો પણ ઉત્સાહિત થઈને કલાત્મક અને રંગેબેરંગી ગરબા ગરબીઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
નવરાત્રીના મહા પર્વ આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કુંભાર સમાજના કારીગરો દ્વારા માતાજી ગરબાઅને ગરબીઓ બનાવી તેને રંગીને વિવિધ રીતે સુશોભિત કરીને વેચવાનું શરૂ કર્યું છે. ખૈલયાઓ ગરબા ની તૈયારી મા લાગ્યા છે. પણ નવરાત્રિ એટલે મા શક્તિની આરાધના નુ પર્વ મા જગદંબા ની આરાધના કરવા નવરાત્રિ દરમિયાન મોટા ભાગે ઘરમાં ગરબા ની સ્થાપના કરવામાં આવે છે.

જેને આપણે ગરબી કહી એ છે. પહેલા ગરબી એક સાદી માટલી આવતી હતી પણ હવે ગરબા ગરબી પણ વિવિધ કલરમા અને કલાત્મક સુશોભિત કરેલી બજારમાં મળે છે અને હવે લોકો પણ કલાત્મક ગરબી ખરીદી કરે છે. વેપારીઓ પણ કલાત્મક ગરબા ગરબી બહેનો પાસે તૈયાર કરાવે છે અને તેમને રોજગારી આપી રહ્યા છે. તેમનો ફાયદો તો થાય છે પણ આ માટલી પર જે વર્ક કરવા માટે બહેનોને આપવામાં આવે છે. તેમણે પણ તેનાથી રોજગારી ઉત્પન્ન થાય છે. સાથે સાથે આ વખતે દર વર્ષની જેમ માતાજીના ગરબીનો લોકોમાં ઉત્સાહ વધ્યો છે. ત્યારે આ વખતે વેપારીઓએ પણ ગરબી વધારે બનાવી છે. અને આ વર્ષે ભાવમાં પણ 10 % જેટલો વધારો જોવા મળ્યો છે.

To Top