Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાન સભા ચુંટણીના પરિણામ (Result) આવ્યા બાદથી જ કોંગ્રેસ (Congress) વિધાયક ફૂલસિંહ બરૈયા ખુબ ચર્ચામાં છે. તેઓએ વાયદો (Promise) કર્યો હતો ક ભાજપાને 50 સીટ પણ મળશે તો તેઓ મોઢું કાળું કરાવશે. તેઓ પોતાના મત વિસ્તારમાં જીતી (Win) ગયાં છે. પરંતુ ભાજપાને વધું સીટો મળવાને કારણે તેમણે પોતાનો આ વાયદો પુરો કર્યો છે. તેમજ તેમના સમર્થનમાં કોંગ્રેસના ખેડુત નેતાએ પણ ગઇ કાલે બુધવારે પોતાનું મોં કાળું કર્યું હતું.

મળેલી માહિતી મુજબ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વિધાયકે જનતાને વાયદો કરતા નિવેદન આપ્યું હતું કે જો ભાજપાને તેમના વિસ્તામાં 50 સીટ પણ મળશે તે તેઓ 7 ડિસેમ્બર, ગુરુવારે પોતાના મોઢાં ઉપર કાલિક લગાવી મોઢું કાળું કરશે. ત્યારે વિધાન સભાના પરિણામો જાહેર થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કરારી થઇ હતી. પરંતુ કોંગ્રેસના આ વિધાયકે પોતાના મત વિસ્તારમાં જીત મેળવી હતી. છતાં પોતાનો વાયદો પૂર્ણ કરવા કોંગ્રેસ નેતા ફૂલસિંહ આજે રાજદ્વાર પહોંચ્યાં હતાં. તેમજ બપોરે 2 વાગ્યે પોતાના મોઢા ઉપર કાલિક લગાવ્યું હતું.

સમગ્ર મામલે ફૂલસિંહ બરૈયાએ કહ્યું કે લોકશાહી અને બંધારણની રક્ષા માટે તેમણે પોતાના મોં ઉપર કાલીક લગાવી છે. આ સાથે જ તેમણે જે વચન આપ્યું હતું તે પૂરું થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તેમને આ કાર્ય કરવા ના પાડી હતી. પરંતુ મારે મારું વચન પૂરું કરવું પડ્યું. લોકશાહી માટે મારી અને કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે.

અગાઉ બુધવારે ગ્વાલિયરમાં કોંગ્રેસના ખેડુત નેતા યોગેશ દાંડોતિયાએ બરૈયાના સમર્થન આપતા પોતાનું મોઢું કાળું કર્યું હતું. સમગ્ર મામલે કોંગ્રેસના નેતા રાજેન્દ્ર સિંહે કહ્યું કે અમારા નેતા ફૂલસિંહ બરૈયાનું મોઢું કાળું કરવાની જરૂર નથી. ભાજપ દલિતોના મોઢા કાળા કરવા માંગે છે. ભાજપે દરેક વ્યક્તિને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેમજ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. ભાજપે તેના વચનો પૂરા કર્યા નથી. માટે બરૈયાનું મોઢું કાળું કરવાની જરૂર નથી.

ફૂલસિંહ બરૈયાએ ભંડેર બેઠક પરથી 29 હજાર 438 મતોથી ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેમણે ભાજપના ઉમેદ્વાર ઘનશ્યામ પીરૌનિયાને હરાવ્યા છે. ભાજપે મધ્ય પ્રદેશમાં 163 બેઠકો ઉપર જીત મેળવીને બહુમતી પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો સુધી મર્યાદિત રહી છે.

To Top