Top News

More Posts

   The Latest

Most Popular

વાપી: (Vapi) વાપી જીઆઈડીસી (GIDC) સ્થિત હોટલમાં મેનેજર (Hotel Manager) ટોયલેટમાં બેહોશ હાલતમાં મળી આવ્યો હતો. હાજર સ્ટાફ દ્વારા તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી દેવાતા ટીમ દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતક મેનેજરના પરિવારને કરવામાં આવી હતી. મૃતક મેનેજરની પત્નીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં બનાવ અંગેની જાણ કરી હતી.

  • વાપીની હોટલનો મેનેજર ટોયલેટમાં મૃત હાલતમાં મળી આવ્યો
  • મેનેજર રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને નાઈટ ડ્યુટી હોવાથી યુનિફોર્મ લઈને ગયા હતા

વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ કર્ણાટકના વતની અને હાલ વાપી, સત્યમ બિલ્ડીંગમાં હોટલની રૂમમાં અર્ચના કેશવ રાવ (ઉં.આ.38) પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં બે દિકરીઓ છે. પતિ કેશવ રાવ (ઉં.આ.45) એક હોટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને નાઈટ ડ્યુટી હોવાથી યુનિફોર્મ લઈને ગયા હતા, સવારે મિટિંગ પણ હતી.

હોટલ મેનેજર કેશવ રાવ ટાયલેટમાં ગયા હતા ત્યાં બેહોશ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ બોલાવી તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં ટીમ પહોંચી ગઈ હતી અને સીએચસી ચલા હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગઈ હતી. મૃતક મેનેજરના પત્ની અર્ચના રાવે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં બનાવની જાણ કરી હતી.

To Top