Science & Technology

શું છે સરકાર દ્વારા બેન કરાયેલી ડાર્ક પેટર્ન? ફેક્ટ જાણી ચોંકી જશો

નવી દિલ્હી: થોડા સમય પહેલા જ ડાર્ક પેટર્નને (Dark pattern) સરકાર કાર દ્વારા બેન (Banned) કરવામાં આવી. આ પેટર્નનો મુળ ઉપયોગ યુઝર્સના નાણાં (Money) પડાવી લેવા અથવા યૂઝર્સની માહિતીઓને (Users Information) મેળવવા કરવામાં આવતો હતો. તેમજ આ પેટર્ન હમણાં સુધી યુ.આઇ ડીઝાઇનથી વાપરવામાં આવતી હતી. જેની ઉપર સરકારે ૩૦ નવેમ્બરના રોજ બેન લગાડ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ડાર્ક પેટર્ન તામારી અનુમતિથી તામારા મોબાઇલ (Mobile) ફોનની સેટીંગમાં (Setting) ઉમેરવામાં આવતી હતી.

ડાર્ક પેટર્ન શબ્દ સમજવામાં મુશ્કેલ અથવા ભારે લાગે છે. પરંતુ તેને સમજવુ મુશ્કેલ નથી. સમસ્યા એ છે કે લોકો તેના વિશે અજાણ છે. ભારત સરકારે તાજેતરમાં જ એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવી તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડાર્ક પેટર્નનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 30 નવેમ્બરના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ડાર્ક પેટર્નને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી.

ડાર્ક પેટર્ન શું છે?
તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હશો. ઘણી વખત તમને તમારી પરવાનગી માંગતી સૂચના મળી હશે. નીચે આપેલ ચિત્રને ધ્યાનથી જુઓ. તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કંપની જાણીજોઈને ઈચ્છે છે કે તમે કોઈ ચોક્કસ પગલાં લો. જે તમને સામાન્ય લાગશે. પરંતુ યુઝર ઇન્ટરફેસ (UI) ડિઝાઇન એવી ગેમ રમે છે જે સામાન્ય યુઝરને સમજાતી નથી. તેમજ જોતજોતામાં યુઝર પોતાના અહિતમાં અનુમતિ આપી દે છે.

આ એપમાં લખવામાં આવેલા ટેક્સ્ટમાં ટ્રેકિંગ અને ટાર્ગેટિંગ નહીં પરંતુ એક્ટિવિટી અને પર્સનલાઇઝ્ડ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ જો ધ્યાનથી સમજીએ તો કંપની તમને ટ્રૅક કરવા માંગે છે. ટ્રૅક કર્યા પછી તે તમને ચોક્કસ પ્રકારની જાહેરાતો માટે ટાર્ગેટ કરશે.

ડાર્ક પેટર્નના ઉદાહરણો:

  • જ્યારે તમે કોઈપણ સેવાને મફત વાપરશો, ત્યારે તેના માટે સાઇન અપ કરતી વખતે તમારે ટ્રાયલ સમાપ્ત થયા પછી આપમેળે નાણાં કાપવાની પરવાનગી આપવી પડશે. શું તમે ક્યારેય એમ વિચાર્યું છે કે એવું કેમ નથી થતું કે ફ્રી ટ્રાયલ સમાપ્ત થયા પછી વપરાશકર્તા નક્કી કરે કે તે તેના કાર્ડની વિગતો આપવા માંગે છે કે નહીં.
  • ઘણી વાર વેબ બ્રાઉઝ કરતી વખતે અથવા એપ્લિકેશન ચલાવતી વખતે કેટલીક જાહેરાતો પોપ અપ થાય છે. જેના માટે બંધ કરવાનું બટન પણ દેખાતું નથી. તે ક્યાંક ખૂણામાં ખૂબ જ હળવા રંગમાં હોય છે. આ બટન એટલું નાનું છે કે તેના પર ટેપ કરવાથી ઘણી વખત જાહેરાત પોતે જ ટેપ થઈ જાય છે અને બીજી લિંક ખુલે છે. આ પણ એક ડાર્ક પેટર્નનું ઉદાહરણ છે.
  • ઘણી વાર તમે ઈ-કોમર્સ એપ્સ પર જોયું હશે કે ખૂબ જ સસ્તી ડીલ આપવામાં આવે છે. તેમજ તેમાં ટાઇમ ઓઉટનું ચિન્હ દેખાય છે. તે સુચવે છે કે જો તમે ચોક્કસ સમયની અંદર પ્રોડક્ટ ખરીદશો નહીં. તો તમે સોદો ચૂકી જશો અને તે જ દરે ફરી ક્યારેય સોદો નહીં મળે. આ પણ ડાર્ક પેટર્ન જ છે.

Most Popular

To Top