SURAT

સુરતના હીરાના વેપારીની યુવાન દીકરીએ સંસારનો ત્યાગ કર્યો, ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી

સુરત: સુરતના (Surat) હીરાના વેપારીએ (Diamond Trader) વૈભવી જીવનનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવી લીધો છે. આજે આ દીકરીની ભવ્ય વર્ષીદાન યાત્રા શહેરના વેસુ વિસ્તારમાં નીકળી હતી. જેમાં યુવતીના માતાપિતા, સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.

  • વેસુના જયેશ મહેતાની 27 વર્ષીય દીકરી સંયમના માર્ગે નીકળી
  • એસવાય બીકોમની અભ્યાસ કરનાર સિમોની મહેતાની વર્ષીદાન યાત્રા નીકળી
  • સિમોની મહેતા આગામી 7મી ડિસેમ્બરે દીક્ષા લેશે

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા હીરાના વેપારી જયેશ મહેતાની 27 વર્ષની દીકરી સિમોની મહેતાએ સંસારનો ત્યાગ કરવાનો લીધો છે. એસવાય બીકોમનો અભ્યાસ કરી ચૂકેલી સિમોની વૈભવી જીવન જીવતી હતી. સુખી સંપન્ન પરિવારની દીકરી સંસારના તમામ સુખોનો ત્યાગ કરી આગામી તા. 7 ડિસેમ્બરના રોજ દીક્ષા લેવા જઈ રહી છે. સંયમના માર્ગ પર જતી દીકરીની આજે પરિવાર દ્વારા ભવ્ય વર્ષીદાન યાત્રા કાઢવામાં આવી હતી. વેસુ વિસ્તારમાં આજે 5 ડિસેમ્બરના રોજ ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

આ વર્ષીદાન યાત્રામાં વિવિધ પ્રકારની ઝાંખીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રામાં હાથી, ઘોડા, બળદગાડી, ઉંટગાડી જોડાયા હતા. ગુજરાતી પરંપરા મુજબ વર્ષીદાન યાત્રામાં સમાજના લોકો ગરબા રમતા પણ જોવા મળ્યાં હતાં. આગામી સાતમી ડિસેમ્બરના રોજ મહેતા પરિવારની 27 વર્ષની યુવતી સંયમના માર્ગે પ્રયાણ કરશે. જેની તમામ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે. જોકે યુવતીના આ નિર્ણયથી પરિવારજનો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સુખી સંપન્ન પરિવારથી હોવા છતાં યુવતીએ ધાર્મિકતાના માર્ગ પસંદ કરતા સમાજના અન્ય લોકો પણ યુવતીના આ નિર્ણયને બિરદાવી રહ્યા છે.

Most Popular

To Top