National

રેવંત રેડ્ડીએ તેલંગાણાના સીએમ તરીકે શપથ લીધા, સોનિયા, રાહુલ અને પ્રિયંકા પણ હાજર રહ્યા

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ (Revant Reddy) તેલંગાણાના (Telangana) નવા મુખ્યમંત્રી (CM) તરીકે શપથ લીધા છે. હૈદરાબાદના (Hyderabad) એલબી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ સંસદીય દળના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (Rahul Gandhi) હાજર રહ્યા હતા. તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને સીએમ તરીકે રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. 2014માં આંધ્રપ્રદેશથી અલગ તેલંગાણાની રચના થયા બાદ રેવંત રેડ્ડી રાજ્યના બીજા મુખ્યમંત્રી છે. તેમણે ચૂંટણીમાં મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટી બીઆરએસને હરાવ્યા હતા.

કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીએ ગુરુવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની કેબિનેટમાં ઘણા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાંથી ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ઉત્તમ કુમાર રેડ્ડી, શ્રીધર બાબુએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેલંગાણામાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ માટે ગુરુવારે સવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. હૈદરાબાદ એરપોર્ટ પર રેવંત રેડ્ડીએ પોતે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે તેમનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢી સીએમ-નિયુક્ત રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહ માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આજે રેવન્ત રેડ્ડી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જેનાથી અમે બધા ખૂબ જ ખુશ છીએ. આ દરેકની મહેનતનું પરિણામ છે. તેલંગાણાને કેસીઆરના શાસનમાંથી આઝાદી મળી છે, અમને વિશ્વાસ છે કે તેલંગાણા નવી પ્રગતિનો માર્ગ પર આગળ વધશે.”

રેવંત રેડ્ડીની રાજનીતિની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)થી થઈ હતી. તેમણે મહબૂબનગરના મધ્ય જિલ્લામાં 2006માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જિલ્લા પરિષદ પ્રાદેશિક પરિષદની ચૂંટણી જીતીને પોતાની ક્ષમતા દર્શાવી હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસ ચરમસીમાએ હતી. 2009માં, તેમણે કોડાંગલથી TDPની ટિકિટ પર જીત મેળવી, પાંચ વખતના ધારાસભ્ય ગુરુનાથ રેડ્ડીને હરાવ્યા.

Most Popular

To Top