National

ગોગામેડીનું થયું અંતિમ સંસ્કાર, શૂટર્સને પકડનારને 5 લાખના ઇનામની ધોષણા

જયપુર (Jaipur): રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના (Sukhdevsinh Gogamodi) ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની મંગળવારે ગોળી મારી હત્યા (Murder) કરી નાંખવામાં આવી હતી. જેના વિરોધમાં રાષ્ટ્રીય કરણી સેનાએ બુધવારે આખા રાજસ્થનને બંઘ રાખ્યુ હતું. તેમજ આસપાસના અન્ય જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. કરણી સેનાના કાર્યકરોએ રસ્તા જામ (Road Jam) કર્યા હતા અને ઘણી ટ્રેનો (Train) પણ રોકી હતી. ગુરુવારે ગોગામેડીના પાર્થીવ શરીરના અંતિમ દર્શન માટે તેમના શવને રાજપૂર સભા ભવન લાવવામાં આવ્યું હતું.

જયપુરની જે ખાનગી હોસ્પિટલમાં મંગળવારથી ગોગામેડીનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો ત્યાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. જે ગઇકાલે બુધવારે જયપુર પોલીસે આપેલી ખાતરી બાદ પુર્ણ થયાં હતાં. પોલીસે 72 કલાકમાં આરોપીની ધરપકડ કરવાની અને શ્યામ નગર પોલીસના એસએચઓને સસ્પેન્ડ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર મામલે ડીસીપી યોગેશ ગોયલે જણાવ્યું હતું કે શ્યામ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ અને અન્ય પોલીસકર્મીઓને કેસમાં ઢીલ રાખવા બદલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ તંત્રએ આપેલી સાંત્વના બાદ ગોગામેડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એમ.એસ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તેમજ આજે સવારે ગોગામેડીના પાર્થીવ શરીરના અંતિમ દર્શન માટે તેમના શવને રાજપૂર સભા ભવન લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગોગામેડીના હનુમાનગઢના ગોગોમેડી ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.

5 લાખનું ઈનામ જાહેર કર્યું
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ગેંગસ્ટર રોહિત ગોદારાએ હુમલાની જવાબદારી લીધી હતી. તેમજ શુટરોની ઓળખ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી તરીકે થઈ છે. ત્યારે રાજસ્થાન, હરિયાણા, એમપી, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં બંનેની શોધ ચાલી રહી છે. ત્યારે બંનેની માહિતી આપનારને પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બુધવારે રાજસ્થાન બંધ રાખવામાં આવ્યું હતું
બુધવારે જયપુર, કોટા, બુંદી, અજમેર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઝાલાવાડ, બારાન અને અન્ય કેટલાક જિલ્લાઓમાં બજારો બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ પોલીસની તૈનાતી વચ્ચે રેલીઓ કાઢવામાં આવી હતી. જયપુરમાં પથ્થરમારાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા. તેમજ ભાજપના કાર્યાલયની સામે પ્રદર્શનો કવામાં આવ્યા હતાં.

Most Popular

To Top