પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીની (LCB) ટીમે માંડવીના તરસાડા બાર ચાર રસ્તા પાસેથી એક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલકની અટકાયત...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતનું બજેટ (Budget) જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી. ગયા બજેટમાં આદિવાસી...
અબુ ધાબીઃ (Abu Dhabi) UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન ફેબ્રુઆરીમાં (Inauguration) થશે. તેના ઉદ્ઘાટન પહેલા અધિકારીઓએ કહ્યું હતું કે...
વાંકલ: સુરત જિલ્લાના ગામોમાં અવારનવાર દીપડા દ્વારા હુમલાના કિસ્સા બનતા રહેતા હોય છે, ત્યારે આજે માંગરોળના દિણોદ ગામમાં વિચિત્ર ઘટના બની છે....
સુરત: શહેરના રિંગરોડ બ્રિજ પર આજે વિચિત્ર અકસ્માત થયો હતો. અહીં ફૂલસ્પીડમાં દોડતી એક કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં પોલીસ ચોકીની અંદર...
સુરત: શહેરના મધ્યમમાં મજૂરાગેટની આસપાસ ચારેતરફ આજે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મજૂરાગેટની ચારેતરફ બે-બે કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાયો હતો....
રાંચી (Ranchi) : ઝારખંડમાં (Jharkhand) નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી કરવામાં આવી છે. ચંપાઈ સોરેને (Champai Soren) નવા મુખ્યમંત્રી તરીકે શપથ...
સુરત: સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર ગઈ તા. 31 જાન્યુઆરીના રોજ સેવાનિવૃત્ત થયા છે. હાલમાં શહેર કમિશનરનો ચાર્જ કોઈ અધિકારી પાસે...
ગાંધીનગર: પ્રભુ શ્રી રામની જન્મભૂમિમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. ગઈ તા. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ...
ગાંધીનગર-સુરત: લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે ગુજરાત સરકારે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવા માટે કુલ રૂ.7 કરોડની જોગવાઇ આગામી વર્ષના અંદાજપત્રમાં કરી છે....
ગાંધીનગર: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2024-25ના વર્ષ માટે 146.72 કરોડની પુરાંતવાળું બજેટ જાહેર કર્યું છે. સરકારે વેરામાં કોઈ વધારો જાહેર કર્યો નથી. જોકે,...
ગાંધીનગર: નાણામંત્રીએ ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરી છે. હવે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ...
મુંબઈ(Mumbai): અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે (PoonamPandeyPassedAway) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 2 ફેબ્રુઆરીની સવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર...
ગાંધીનગર: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન...
કપડવંજથી કઠલાલ જતા ઉદાપુરા પાટીયા પાસે શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ઉદાપુરા પાટિયા પાસે પલટી મારી જતા અકસ્માત...
ગાંધીનગર: સરકારે ગત વર્ષે વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ...
ગાંધીનગર: વચગાળાના યુનિયન બજેટ બાદ આજે ગુજરાત સરકારના વર્ષ 2024-25 માટેના બજેટની જાહેરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી છે. પાછલા નાણાંકીય...
આણંદ તા.1ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ (MTIN) દ્વારા રાજ્ય કક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રીમિયર લીગ (NBPL) 2024 ની...
ખેડા, તા.1ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે સંરક્ષણ દીવાલ બનાવવા માટે કામ મંજૂર કરાયું હતું. કોન્ટ્રાકટર દ્વારા ગણતરીના દિવસો જ મનસ્વીપણે બાંધકામની...
આણંદમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ આણંદ શહેરના કેટલાક સ્થળોને 30મી માર્ચ સુધી ‘નો...
ગાંધીનગર(Gandhinagar): ગઈકાલે ગુરુવારે તા. 1 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચૂંટણી (LoksabhaElection2024) પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને (Union Finance Minister Nirmala Sitharaman) વચગાળાનું યુનિયન...
આણંદ, તા. 1કરમસદ ખાતે નૂતન બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે વિશ્વશાંતિ મહાયાગ અને બપોરે શોભાયાત્રા...
આણંદ શહેરમાં દાંડી માર્ગ પાસે આવેલા પલવાળી મેલડી માતાજીનું મંદિર વર્ષાેથી શ્રદ્ધાળુઆેની આસ્થાનું સ્થાનક હતું. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મંદિર સંપૂ€ર્ણપણે તાેડીને...
આણંદ તા.1આણંદ શહેરના સોજિત્રા રોડ પર આવેલી મારૂતિ સોલારીસ મોલમાં હાઇસ ગ્લોબલ કન્સલટન્સી પ્રા. લી.ના સંચાલકોએ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી તેમની...
દેશમાં હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થવાના છે. રામ મંદિરના ઉદ્ઘાટન પછી ઉત્તર ભારતના પટ્ટામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે...
એક દિવસ પાર્કમાં સાંજે પાંચ વાગે ૫૪ વર્ષના ચેતના બહેન…પોતાનાં જુના પાડોશી રીનાબહેનને મળ્યા.એક મેકને બહુ દિવસે મળીને તેઓ ખુશ થઇ ગયા...
તેના બંધારણના ત્રીજા પાના પર ભારતીય જનતા પાર્ટી સભ્યપદ માટે તેની શરતો મૂકે છે. “18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય...
ન્યાય પાલિકા એટલે કે અદાલતી વ્યવસ્થા એ લોકશાહીનો અગત્યનો પાયો ગણાય છે, લોકશાહી જ શા માટે? પ્રાચીન સમયથી રાજાશાહીમાં પણ ન્યાય તંત્રનું...
બાળકો માટે કે.જી.થી લઇ પ્રાથમિક શિક્ષણ પૂરું થાય અથવા 13-14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આખું વિશ્વ એના માટે એક શાળાનો વર્ગખંડ...
મોટા ભાગના માલેતુજારો દેખાડામાં સમાજમાં વાહ વાહ કરવા ભોજન સમારંભોમાં વિવિધ વ્યંજનોની ભરમાર દરેક વાનગીના અલગ સ્ટોલ, માત્ર ચાખવા ખાતર દરેક સ્ટોલમાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીની (LCB) ટીમે માંડવીના તરસાડા બાર ચાર રસ્તા પાસેથી એક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલકની અટકાયત કરી હતી. પોલીસને ટ્રકમાંથી 10 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
સુરત જિલ્લા એલસીબીની ટીમ માંડવી પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમી મળી હતી કે, અશોક લેલન્ડ ટ્રક નં.(જીજે 3 ડબ્લ્યી 7921)નો ચાલક પોતાના કબજાની ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કાકરાપાર તરફથી તરસાડા બાર જતાં રસ્તે થઈ માંડવી તરફ જનાર છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે તરસાડા બાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. એ સમયે ટ્રક આવતાં જ ટ્રકને રોકી કોર્ડન કરી ચાલકને ઝડપી લીધો હતો. ટ્રકની તલાશી લેતાં અંદરથી નાની-મોટી કુલ 4656 બોટલ વિદેશી દારૂ કિં.રૂ.10,0,2000 મળી આવ્યો હતો. પોલીસે દારૂની સાથે ટ્રક કિં.રૂ. 8 લાખ, એક મોબાઇલ ફોન કિં.રૂ.500, રોકડા રૂ.1510 મળી કુલ 18,04,010 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચાલક બટુકભાઈ રાજાભાઈ માતાસુરીયા (રહે., મદારગઢ, તા.સાયલા, સુરેન્દ્રનગર)ની અટકાયત કરી દારૂ મંગાવનાર દલસુખ ઉર્ફે મુન્નો મનજી માતાસુરિયા (રહે., ચોરવીરા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર) અને દારૂ ભરનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
માંડવીના રૂપણમાં રોકવુલ મેટની આડમાં કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી
પલસાણા: સુરત જિલ્લા એલસીબી પોલીસે માંડવીના રૂપણ ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. કન્ટેનરમાં રોકવુલ મેટના રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. પોલીસે કન્ટેનર અને દારૂ મળી કુલ 32.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કન્ટેનર નં.(જીજે 15 એવી 4201)નો ચાલક પોતાના કબજાના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી માંડવી થઈ ઝંખવાવ તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે માંડવીના રૂપણ ગામના પાટિયા નજીક નાકાબાંધી કરી વોચ ગોઠવી હતી. એ સમયે બાતમી મુજબનું કન્ટેનર આવતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કરતાં કન્ટેનરચાલક અને ક્લીનર પોલીસને જોઈને કન્ટેનર ઊભું રાખી ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં રોકવુલ મેટના રોલની આડમાં માતબર વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને કન્ટેનરમાંથી 12828 બોટલ વિદેશી દારૂ કિં.રૂ.13,99,200 મળી આવ્યો હતો. આ ઉપરાંત કન્ટેનરમાંથી રોકવુલ મેટ બિલ્ટી મુજબ 1200.48 SQM કિં.રૂ. 4,00,664 તથા કન્ટેનર કિંમત રૂ.15 લાખ મળી કુલ 32,98,864 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કન્ટેનર ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.