Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાન રાજપીપળા પરત થઈ રહી હતી

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ પાસે જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગ માં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને થયું ફૂડ પોઈઝનિંગ થઈ છે. ચાલુ બસમાં જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર શરૂ થઈ અને ઝાડા ઉલ્ટી શરૂ થયા હતા. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા
જતા સમયે નડિયાદ પાસે આ ઘટના બની છે. ચાલુ બસમાં અચાનક તમામ જાનૈયાઓને ઝાડા ઉલટી અને પેટ માં દુખાવો થતા નડિયાદ ટોલબુથ પાસે બસ ઊભી રાખવામાં આવી હતી. બસમાં સવાર જાનૈયા તબિયત બગડતાં નડિયાદ પાસે બસ ઊભી રાખી 108ને જાણ કરવામાં આવી હતી.
આશરે 45 જેટલા જાનૈયાઓને ઝાડા ઉલ્ટી અને પેટ માં દુખાવો થતા તબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.. લક્ઝરી બસમાં ગંભીર હાલત વાળા દર્દીઓને 108 દ્વારા તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બીજા દર્દીઓને લક્ઝરી બસ દ્વારા હોસ્પિટલ માં લાવવામાં આવ્યાં છે. હાલ 45થી વધુ અસરગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો સાથે જ વરરાજાની કાર પણ હોસ્પિટલ પહોંચી છે, જ્યાં દુલ્હનની
દુલ્હન ની તબિયત તબિયત પણ બગડી હોવાની વિગતો સાંપડી છે.

To Top