Charchapatra

લોકશાહી કે મોદીશાહી?

500 વર્ષ પછી અયોધ્યામાં રામલલા ફરી બિરાજમાન થયા અને તા. 22 જાન્યુઆરીના રોજ શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જાણે એક ઐતિહાસિક ઘટના સાબિત થઇ છે. દેશ વિદેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. દેશનાં શહેર ગામડાં રામમય બની ગયાં. ટી.વી. વિડિયો મિડિયામાં મોદી જ છવાયેલા રહ્યા અને ભરપૂર કવરેજ આપીને ધર્મ સત્તા કરતાં રાજ સત્તાને વધુ પ્રાધાન્ય આપ્યું.  પ્રધાનમંત્રી મોદી જાણે વન-મેન-શો જેવા લાગ્યા. અયોધ્યામાં ટોચના ઉદ્યોગપતિઓ ઉપરાંત અમિતાભ બચ્ચન સહિતનાં કલાકારો હાજર રહ્યાં હતાં. ચાર શંકરાચાર્યો તથા વિપક્ષો હાજર ન રહ્યા તે અપેક્ષિત હતું. 1990માં જેણે રથયાત્રા કાઢી હતી એવા પીઢ નેતા અડવાણી, મુરલી મનોહર જોશી જેવાને કોરાણે કાઢી નાંખ્યા. અમિત શાહ, નીતિન ગડકરી જોવા મળ્યા પરંતુ સત્તાધારી ભાજપના મંત્રીઓને સ્થાન ન મળ્યું. વન-મેન-શોની જેમ મોદી જ છવાઈ ગયા. શ્રી રામ મંદિર સ્થાપના પછી રામ રાજય આવશે કે પછી મોદી ત્રીજી વાર ચુંટાઇને લોકશાહી દેશ છતાં મોદીશાહી જ ચલાવશે?
તરસાડા- પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં

MSME-આઈટી નિયમ અને ‘દિવાળી ચૂકતે’પ્રથા
MSME એકટ હેઠળ નોંધાયેલા વેપારી અને ઉદ્યોગકારો માટે આવકવેરાની નવી જોગવાઇઓને લીધે સુરતના વિવિંગ ઉદ્યોગ અને કાપડના વેપારીઓ ને વ્યાપક અસર થઈ છે. ૪૫ દિવસમાં પેમેન્ટ ચુકતે કરવાની જોગવાઈ ના કારણે વ્યાપાર પર અસર જોવા મળી રહી છે. વર્ષો પહેલા સુરત નાનું હતું ત્યારે કાપડ વિવિંગ અને ડાઇંગ સુરતનો મુખ્ય ઉદ્યોગ હતો. કોટ વિસ્તાર ના પરા ઓમાં ઘરે ઘરે કાપડ ઉદ્યોગ ધમધમતો હતો.

ત્યારે નાણાકીય વર્ષ દિવાળી થી દિવાળી ગણાતું હતું. વિવરો દિવાળી પર બધું પેમેન્ટ ચુકતે કરી દેતા હતા. જ્યારે ડાઈંગ મીલો દ્વારા પણ કેમિકલ્સ અને અન્ય નું પેમેન્ટ દિવાળી માં ચુકતે કરી દેવામાં આવતું હતું. જેમ  જેમ કાપડ ઉદ્યોગ નો વિકાસ થયો પરિણામે વેપાર માં સ્પર્ધા વધવાથી ઉધારી વધતી ગઈ. ૩૧મી માર્ચ નું નાણાકીય વર્ષ આવવાથી દિવાળી ચૂકતે ની પ્રથા બંધ થઈ ગઈ. હવે નવા રંગરૂપ સાથે ૪૫ દિવસ નો નિયમ ‘૩૧મી માર્ચ ચુકતે’ કહી શકાય.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં

Most Popular

To Top