કેન્દ્ર સરકારમાં કામ કરતાં તેમજ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં લાખો કર્મચારીઓને વર્ષમાં બે વાર આપવામાં આવતું મોંઘવારી ભથ્થું હાલમાં જુલાઇ-23માં જાહેર કરેલ...
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસનો આંતરિક વિકાસ આમેય ચરમશીમા ઉપર રહે છે ત્યારે...
આણંદ, તા.10આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં શનિવારના રોજ આઠ હજાર આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુર્હૂતનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા પ્રમાણે યોજાયેલા કાર્યક્રમમાં મોટી...
કેન્દ્રીય કાયદા-ન્યાય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં પ્રતિ 10 લાખની વસ્તીએ હાલ માત્ર 21 (એકવીસ) જ જજ છે. 50 ટકાથી પણ ઓછા છે....
આણંદ તા.10વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 14મી ફેબ્રુઆરીને વસંત પંચમીના શુભદિને 198મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આ પ્રસંગે 14મીના...
સેવાલિયા તા.10સેવાલિયા તાલુકા સેવાસદનની સામે પંચમહાલ જિલ્લાના ડોક્ટરના મુવાડા પાસે આવેલા સામલી ગામે પોતાના પિયરમાં ખબર અંતર લેવા પતિ અને પુત્ર સાથે...
આજકાલ લગ્નની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે. જ્યાં ત્યાં વરઘોડા નીકળતા હોય છે ત્યાં ડીજે હોય છે. અમુક જગ્યાએ પ્રતિબંધ હોવા...
કર્ણાટકમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી મે 2023માં યોજાઈ હતી. ચૂંટણીના ઘણા મહિનાઓ સુધી, સ્થાનિક અખબારોની હેડલાઈન્સમાં ચાર વિષયોનું વર્ચસ્વ હતું. પહેલો હતો હેડસ્કાર્ફ...
વેલેન્ટાઇન ડે નજીકમાં છે એટલે ચારે બાજુ પ્રેમનું વાતાવરણ છે.સવારે મોર્નિંગ વોકમાં એક અંકલ રેડ ટી શર્ટ પહેરીને આવ્યા હતા.અંકલની ઉંમર તો...
રાતા સમુદ્રમાં યમનના હુથી બળવાખોરો દ્વારા જહાજો પરના હુમલાઓએ યુરોપ અને એશિયા વચ્ચેના ટૂંકા શિપિંગ માર્ગ પરના આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરી છે....
દુનિયાના કોઇ દેશમાં ચૂંટણી થાય તેની સાથે ભારતને તેની આર્થિક અને વિદેશનીતિ પૂરતો જ સંબંધ હોય છે પરંતુ પાકિસ્તાન માટે એવું નથી....
પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી, પરંતુ ઈમરાન દ્વારા સમર્થિત અપક્ષોએ સૌથી વધુ બેઠકો જીતી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ...
સુરત: (Surat) કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી (Textile Minister) દર્શનાબેન જરદોશે સુરતથી અયોધ્યા ધામ- સ્પેશિયલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી ફ્લેગ...
સુરત: (Surat) ગઇ કાલે બપોરે પલસાણા-સચીન હાઈવે ઉપર હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ પાસે બાઇક સ્લીપ થતાં સામેથી આવતા ટેમ્પોના વ્હિલમાં આવી જતાં એન્જિનિયરિંગના (Engineering)...
રાજકોટ: (Rajkot) રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) શનિવારે રાત્રે જામનગરના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા તે દરમ્યાન અચાનક...
મામાના લગ્નની ખરીદી કરવા જતી બાળકીને કાળ ભરખી ગયો. મામાના લગ્નની ખરીદી કરવા માટે જતી ૧૪ વર્ષીય બાળકીને સાવલી – ભાદરવા ચોકડી...
લક્ષ્મી વિલાસ પેલેસમાં ફરજ બજાવતા યુવકે જીવન ટુકાવ્યું લક્ષ્મી વિલાસ પેલેસ માં ફરજ બજાવતા યુવકને તેની પ્રેમિકાએ લગ્ન કરવા માટેની ના પાડતા...
પટના: (Patna) બિહારમાં સોમવારે ફ્લોર ટેસ્ટ (Floor Test) છે. જેના કારણે બિહારમાં રાજકીય ગરમાટો વધી રહ્યો છે. શનિવારે આરજેડી (RJD) અને જેડીયુ...
પલસાણા: (Palsana) બારડોલી તાલુકાના છીત્રા ગામની (Village) સીમમાં થયેલી યુવકની હત્યાનો (Murder) ભેદ ઉકેલાય ગયો છે. યુવકની હત્યા તેની સગી માસીની પુત્રીએ...
દક્ષિણ આફ્રિકા ખાતે રવિવારે 11 ફેબ્રુઆરીના રોજ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં (World Cup Final) ભારતનો (India) સામનો ઓસ્ટ્રેલિયા (Australia) સામે થઈ હતો....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે 11 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશના ઝાબુઆથી લોકસભા ચૂંટણી 2024 માટે મિશન 400નું બ્યુગલ ફૂંક્યું છે. આ સાથે...
નવી દિલ્હી: (New Delhi) સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (Highway) પર સેટેલાઇટ આધારિત જીપીએસ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ...
ગ્રામજનોએ રેલવેની કામગીરી સામે આક્રોશ સાથે વિરોધ નોંધાયો નંદેસરી પોલીસે દોડી આવી ટોળાને વિખેરી આગળની કાર્યવાહી હાથ ધરી પ્રતિનિધિ વડોદરા તા.11નંદેસરી પોલીસ...
*સાપ્તાહિકમાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ મનઘડત આક્ષેપો સાથેના સમાચાર છાપ્યા હોવાનો આક્ષેપ *પૂર્વ ધારાસભ્યે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વડોદરા શહેરમાં એક સાપ્તાહિક...
સુરત: (Surat) શહેરમાં પાલનપોર ગામ સ્થિત પાર્શ્વનાથ સોસાયટીમાં શનિવારે બપોરે એક મકાનનો દરવાજો (Door) અંદરથી લોક થઇ ગયો હતો. મકાનના રૂમમાં એક...
ધરમપુર: (Dharampur) ધરમપુરના વિલ્સન હિલ ખાતે સેલવાસની ઇંગ્લીશ મિડીયમ સ્કૂલના (School) અંદાજે 30 જેટલા બાળકો તથા શિક્ષકો પીકનીક માટે જઇ રહ્યા હતાં....
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ સહિત રાજ્યભરમાં ભીડભાળવાળી જગ્યાઓમાં લોકોની નજર ચૂકવીને મોબાઇલ ફોનની (Mobile Phone) ચોરી કરતી ઝારખંડ ગેંગના બે સાગરિતોની અમદાવાદના જમાલપુર...
ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના વંકાસ ગામમાં (Village) ચોંકાવનારી ઘટના સામે આવી છે બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર...
મોદી સરકારનો (Government) ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે. આ દિશામાં કામ પણ શરૂ થઈ ગયું છે. નીતિ આયોગે...
ભરૂચ: (Bharuch) ભરૂચ તાલુકાના બોરીગામ ખાતે શનિવારે અચાનક રહસ્યમયી સંજોગોમાં ૧૫થી વધુ બકરાંનાં (Goats) મોત થતાં પશુપાલકો પર આભ ફાટતાં નિરાધાર બની...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
કેન્દ્ર સરકારમાં કામ કરતાં તેમજ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં લાખો કર્મચારીઓને વર્ષમાં બે વાર આપવામાં આવતું મોંઘવારી ભથ્થું હાલમાં જુલાઇ-23માં જાહેર કરેલ છતાં કર્મચારીઓને ચૂકવવામાં આવ્યું નથી. છ મહિના ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં ડબલ એન્જિનની સરકાર, ગેરંટીની સરકારના પેટનું પાણી હાલતું નથી. કેન્દ્ર સરકાર-રાજ્ય સરકાર-મ્યૂ. કોર્પો. દરરોજ તેમની પ્રસિદ્ધિની લોકાર્પણ, ઉદ્દઘાટનોના પ્રચાર અર્થે શહેરનાં તમામ દૈનિક ન્યૂઝ પેપરમાં આખા પેઇજ-અડધા પેઇજની જાહેરાત પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતાં અચકાતાં નથી. કર્મચારીઓને સમયસર મોંઘવારી ભથ્થું આપવા આંખ આડા કાન કરે છે.
સુરત મ્યુ. કોર્પો.ની ઓક્ટ્રોય (જકાત)ની આવક સને 2005-06ના નાણાંકીય વર્ષમાં રૂપિયા સાતસો કરોડ હતી. જે જકાત તે વર્ષથી નાબૂદ થવાથી તેની ઉત્તરોત્તર આજ સુધી વધતી કરોડોની આવક રાજ્ય સરકાર પાસે છે. હાલમાં સુરતના વિકાસ માટે ગુજરાત સરકારે ફકત રૂપિયા 568 કરોડનો ચેક આપ્યો. સુરતના વિકાસ માટે મ્યુ. કોર્પો.એ ગત બજેટમાં શહેરીજનોને માથે રૂપિયા 300 કરોડનો વેરો ઝીંકી દીધો. રાજ્ય સરકાર અને મ્યુ.કોર્પો.ની આવક જોતાં કર્મચારી-પેન્શનરોને સમયસર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં ગેરંટીવાળી સરકાર સમયસર ગેરંટેડ મોંઘવારી ભથ્થું ચૂકવશે?
કતારગામ – નાનજીભાઈ ભાણાભાઈ પડાયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સબળ વિરોધપક્ષ અનિવાર્ય
અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરી હતી લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું રાજ્ય. પરિસ્થિતિ સાવ પલટાઇ ગઈ! કોલેજમાં પોલીટીકલ સાયન્સનો અભ્યાસ કરતાં લોકશાહીની સફળતાનાં કારણોમાં એક મજબૂત કારણ વિરોધપક્ષની અનિવાર્યતા દર્શાવેલી. ભારતની હાલની પરિસ્થિતિનું અવલોકન વિરોધપક્ષની હાજરી ધૂંધળી દીસે છે. ચૂંટણી જાહેર થતાં તક ચૂકી જવાશે, દોડાદોડ, કુદાકુદ, અદલાબદલી પક્ષોમાં વર્તાય છે. વર્તમાનપત્રો ટી.વી. સમાચાર જોતાં ભારત-રાજકારણમાંથી સબળ વિરોધપક્ષ, ખોટું થતું અટકાવે તેનો અભાવ નજરે ચઢે છે.
એક તરફી વિશાળ બહુમતીના લાભાલાભ સ્પષ્ટ દેખાય. ગરીબ-મધ્યમ વર્ગના, આસમાને ઊડતી, છલાંગ મારતી મોંઘવારી કચડતી જાય છે. વિશાળ બહુમતીના ફાયદા-ગેરફાયદા છે જ. આપણા દેશમાં વિરોધ પક્ષ મજબૂત એકતા આવે તે પહેલાં જ વેરવિખેર થઈ જાય છે. પૈસાથી નોકર, ચાકર, ભોજન, પુસ્તકો, હોદ્દા, વસ્તુ, વાહન, દવા અરે માણસ સુદ્ધાં ખરીદી શકાય. મા-બાપ કે વફાદારી નહીં. એક કવિએ સુંદર પંકિતઓ લખી છે.
‘એક તમારા મતને ખાતર ખોટો ન ચૂંટાય તે જોજો
એક તમારા મતને ખાતર સાચો ન રહી જાય તે જોજો.
એક તમારા મતની કિંમત નથી જાણતા?
એ સોનાની વસ્તુ છે, લોઢામાં ન ખર્ચાય તે જોજો.’
અડાજણ – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.