Vadodara

સેવાલીયામાં ડમ્પરની ટક્કરે પત્નીનું કરુણ મોત, પતિ ગંભીર

સેવાલિયા તા.10
સેવાલિયા તાલુકા સેવાસદનની સામે પંચમહાલ જિલ્લાના ડોક્ટરના મુવાડા પાસે આવેલા સામલી ગામે પોતાના પિયરમાં ખબર અંતર લેવા પતિ અને પુત્ર સાથે બાઈક ઉપર બેસી મહિલા પોતાના ઘર બોરસદ તાલુકાના કઠાણા જતાં રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
ગોધરા તરફથી ડાકોર તરફ જઈ રહેલા મેટલ ભરેલા ડમ્પર નંબર જીજે-17 યુયુ-9214એ બાઈકને ટક્કર મારતાં પાછળ પોતાના પુત્ર સાથે બેઠેલા શીતલબેન વિજયભાઈ પઢિયાર હાઈવાના પાછળના ટાયરો નીચે આવી જતાં ચગદાઈ ગયા હતા અને તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક વિજયભાઈ પઢીયારને બન્ને આંખોની આઈબ્રો ઉપર, તેમજ જમણા હાથ અને બન્ને પગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી અકસ્માત સ્થળે હાજર વ્યક્તિઓઓ દ્વારા પોતાના વાહન ઉપર વિજયભાઈ અને તેમના પુત્ર જયદીપ ઉ.વ. 12ને સેવાલિયા સીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા હતા . સદ્દનસીબે આ ગંભીર અકસ્માતમાં પુત્ર જયદીપભાઈ (ઉ.વ.12)ને કોઈપણ જાતની ઇજા પામેલ ન હોઈ બચાવ થયો હતો.આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top